અમરેલી, તા.૨૭
અમરેલીના માળીલા ગામે રહેતા શખ્સે તેના મિત્રની પુત્રીનું કારમાં અપહરણ કરી પોતાની વાડીએ લઇ જઈ યુવતીની મરજી વિરૂદ્ધ બે વખત બળાત્કાર ગુજારતા ચકચાર મચેલ છે. બળાત્કાર ગુજારનાર પટેલ શખ્સે વારંવાર યુવતીને ફોન કરી તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના માળીલા ગામે રહેતી એક દલિત યુવતી ઉપર તેના પિતાના મિત્ર અને ગામમાં જ રહેતો ચંદુ પ્રેમજીભાઈ સંઘાણી નામના શખ્સે યુવતીને વારંવાર ફોન કરી તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપતો હોઈ અને પોતાની સાથે આવવા જણાવતો હોઈ. ગત તા.૨૫/૨ના રોજ રાત્રીના યુવતીના કાકાના દીકરાના લગ્ન હોવાથી ફુલેકામાં હતી ત્યારે આ ચંદુનો ફોન આવેલ અને કહેલ કે હવે ધમકીઓ સાચી પડશે તું આવી જા જેથી યુવતી ત્યાં જતા ચંદુએ પોતાની કારમાં બાવડું પકડી કારમાં પરાણે બેસાડી કેરિયા ચાડ ગામ તરફ જવાના રસ્તે આવેલ પોતાની વાડીએ લઇ જઈ વાડીના રૂમમાં જઈ બળજબરીપૂર્વક યુવતીના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજારેલ હતો અને ત્યારબાદ વહેલી સવારે પણ યુવતી સાથે બળાત્કાર ગુજારી સવારે ૫ વાગ્યે તેના ઘર નજીક કારમાં મૂકી ગયેલ હતો. બનાવ અંગે યુવતીએ તેના માતા પિતાને વાત કરતા અમરેલી તાલુકા પોલીસમાં ચંદુ પ્રેમજીભાઈ સંઘાણી સામે ફરિયાદ નોંધાવી હતી.