અમરેલી,તા.ર૭
અમરેલીમાં રહેતો અને બાબરાથી છકડો રિક્ષામાં ફ્રૂટ વેચી પરત આવતા અમરેલીથી ત્રણથી ચાર કિમી દૂર ગીરીયા ગામ પાસે રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા નીચે દબાઈ જતા મેમણ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના બહારપરામાં રહેતો અને છકડો રિક્ષામાં ફ્રૂટ વેચી પરિવારનું ગુજરાન ચલાવતો મહંમદ ઈમ્તિયાઝ હમીદભાઈ આસમાની (ઉ.વ.૩૪) બુધવારે સવારે પોતાની રિક્ષા નંબર જીજે-૦૪ યુ-૬૮૬૩ની લઇ ફ્રૂટ ભરી બાબરા બાજુ વહેંચવા માટે ગયેલ હતો અને ત્યાંથી પરત આવતા અમરેલીથી ત્રણ ચાર કિમી દૂર ગીરીયા ગામે પાસે પહોંચતા મહંમદ ઈમ્તિયાઝ એ રીક્ષા ઉપરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને રીક્ષા નીચે મહંમદ ઈમ્તિયાઝ દબાઈ જતા બગલના ભાગે છાતી ઉપર તેમજ પાંસળી ઉપર અને મોઢાના ભાગે છોલાણ થઇ જતા ઘટના સ્થળે મહંમદ ઈમ્તિયાઝનું મોત નીપજેલ હતું, મૃતક મહંમદ ઈમ્તિયાઝના મોતથી તેની બે પુત્રીઓ નોધારી બનેલ છે, બનાવ અંગે પરિવારમાં શોક છવાયેલ હતો. આ અંગે તાલુકા પોલીસમાં હુસેનભાઇ હબીબભાઇ ભરી એ ફરિયાદ નોંધાવી હતી.