ક્રાઈસ્ટચર્ચ, તા.૨૭
અંજ્કિય રહાણે ઈચ્છે છે કે તેના બેટ્સમેન ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ફાસ્ટ બોલરોનો મજબૂત ઇરાદા સાથે સામનો કરે અને તે કોણથી આવતા બોલને સમજે જે વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ મેચમાં તેના માટે ખરાબ સપનું બની ગઈ હતી.રહાણેએ પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં સર્વાધિક ૪૬ રન બનાવ્યા હતા અને તેણે આશા વ્યક્ત કરી કે હેગલી ઓવલની પિચ પર ઘાસ હોવા છતાં તેની ટીમ વાપસી કરશે. રહાણેએ ગુરૂવારે પત્રકારોને કહ્યું, ’હું તે કહી રહ્યો નથી કે અમારે વધારે આક્રમક થવું જોઈએ પરંતુ મજબૂત ઇરાદા અને સ્પષ્ટ માનસિકતાથી અમને મદદ મળશે.’ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરો ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી અને કાઇલ જેમિસને ક્રીઝના કોણનો ઉપયોગ કરતા શોર્ટ પિચ બોલ કર્યાં હતા જેને ભારતીય બેટ્સમેનો સમજવામાં નિષ્ફળ રહ્યાં હતા.
રહાણેએ કહ્યું, ’મને લાગે છે કે વેલિંગ્ટનમાં તેણે કોણનો ખુબ સારો ઉપયોગ કર્યો. ક્રીઝના બહારના કોણથી કે વચ્ચેથી બોલિંગ કરવી. શોર્ટ પિચ બોલ કરવા સમયે તે કોણ બદલી રહ્યાં હતા. મારૂ માનવું છે કે તેની રણનીતિ સ્પષ્ટ હતી.’