(એજન્સી) તા.ર૭
દિલ્હીમાં ચાલી રહેલા નાગરિકતા સુધારા કાયદો ને લઈને હિંસા પર અમેરિકાના સાંસદોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકતની સાથે મીડિયા આ ઘટનાઓને પણ જોઈ રહી હતી. અમેરિકાના મેરિકાના સાંસદ પ્રમિલા જયપાલે કહ્યું હતું કે, ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતામાં વૃદ્ધિ ભયજનક છે.જયપાલે ટ્વીટ કરી હતી કે,’લોકતાંત્રિક દેશોએ વિભાજન અને ભેદભાવને સહન ન કરવો જોઈએ અથવા ધાર્મિક સ્વતંત્રતાને નબળા પાડતા કાયદાઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.’ તેમણે કહ્યું કે, દુનિયા જોઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, સીએએને લઈને દિલ્હીમાં થયેલી હિંસામાં ૩૦ લોકોના મોત થયા છે અને ૨૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે. સાંસદે એલાન લોવેન્થાલે પણ હિંસાને નૈતિક નેતૃત્વની દુઃખદ નિષ્ફળતા ગણાવી હતી. તેમણે કહ્યું કે, અમે ભારતમાં માનવઅધિકાર પર ખતરો વીશે બોલવુ જોઈએ. રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તથા સાંસદ એલિજાબેથ વોરેને કહ્યું કે,”ભારત જેવા લોકતાંત્રિક ભાગીદારો સાથે સંબંધો મજબુત કરવુ અગત્ય છે.પરંતુ આપણે ધાર્મિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિતના મૂલ્યો પર સાચું બોલવું જોઈએ. શાંતિપૂર્ણ વિરોધ કરનારાઓ સામે હિંસા સ્વીકાર્ય નથી.કોંગ્રેસ સદસ્ય રશીદ તાલિબે ટ્વીટ કર્યું કે, “ટ્રમ્પ આ અઠવાડિયે ભારત ગયા હતા, પરંતુ દિલ્હીમાં વાસ્તવિક સમાચાર સાંપ્રદાયિક હિંસા હોવી જોઈએ.” અમે આ અંગે મૌન રહી શકતા નથી.” મીડિયાએ પણ આ ઘટનાઓ પર સંપૂર્ણ વિચારણા કરી છે. વોશિંગટન પોસ્ટે પોતાની એક રિપોર્ટમાં કહ્યું કે, આ રમખાણો બતાવે છે કે વિવાદિત નાગરિકત્વ કાયદા અંગેના મહિનાઓ સુધી ચાલી રહેલા પ્રદર્શન બાદ તણાવની ટોચ પર પહોંચ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સમર્થકો અને વિવેચકો વચ્ચે વધતા તફાવત બતાવે છે. ન્યુ યોર્ક ટાઇમ્સે લખ્યું છે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતની રાજધાનીની મુલાકાત પર હતા તે દરમિયાન થયેલા કોમી રમખાણોમાં ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિક આયોગે ટ્વીટ કર્યું છે કે, નવી દિલ્હીમાં મુસ્લિમોને નિશાન બનાવતા ભયાનક ભીડ હિંસાના સમાચારોથી ચિંતિત છે. આયોગે મોદી સરકારને અપીલ કરી હતી કે તેઓ ટોળાને કાબૂમાં રાખે અને ધાર્મિક લઘુમતીઓનું રક્ષણ કરે.