(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
જૂનાગઢ એસીબી પીઆઈ ડી.ડી.ચાવડાની ગૌચર જમીન મામલે ૧૮ લાખની લાંચ માંગવાના કેસમાં એસીબીએ ધરપકડ કરી હતી. પીઆઈ ડી.ડી.ચાવડાની જામીન અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી છે. કોર્ટે નોંધ્યું હતું કે કેસની તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય. એસીબીએ તાપસ કરતા આરોપી પી.આઈ. ના ઘરેથી ૪૯ હજાર રોકડ સહિત ૮.૧૪ લાખની રકમ પણ જપ્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદ માંથી ગૌચર જમીન મામલે ૧૮ લાખની લાંચમાં પકડાયેલ જૂનાગઢ એસીબી પીઆઈ ડી.ડી.ચાવડાનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે જૂનાગઢના એક જાગૃત નાગરિકે એસીબી વડા સહિતના પાસે માંગણી કરીને તેની ફરજ દરમિયાન કરેલા કેસોની ફેર તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.જૂનાગઢ એસીબીના પીઆઈ ડી.ડી.ચાવડાને અમદાવાદ એસીબીએ અમદાવાદમાંથી માળિયાના પાતળા ગામના ગૌચર સુધારણા કેસ મામલે ૧૮ લાખની લાંચ લેતા ઝડપાયા હતા.ત્યારે આરોપી ચાવડા પોતે એસીબી પીઆઈ તરીકે અનેક કેસોની તપાસ કરી ચુક્યા છે, હવે તેઓ ખુદ લાંચ લેતા પકડાયા હોવાથી તેણે કરેલી તપાસોમાં કોઈ ગેરરીતી થઈ છે કે કેમ અને તેમની પાસે કેટલી મિલકત કે સંપતી હોવાની માહિતી સહિતની વિગતો મેળવવા માટે તેનો નાર્કો ટેસ્ટ દ્વારા જ સત્ય બહાર આવી શકે તેમ છે, તેવી આ અંગે જૂનાગઢના જાગૃત નાગરિક તુષાર સોજીત્રાએ અગાવ જૂનાગઢની ૧૩૮૦ ગાયોના મોત મામલે એસીબીમાં ફરીયાદ કરી હતી, જે કેસની તપાસ પણ ચાવડા કરી રહ્યા હતા.ત્યારે તુષાર સોજીત્રાએ આ લાંચ કેસમાં તટસ્થ તપાસ થાય તેવી માંગણી કરીને કોર્ટમાંથી મંજુરી મેળવી એસીબી ચાવડાનો નાર્કો ટેસ્ટ કરે તેવી ઈમેલથી એસીબી વડા કેશવકુમારને ફ્રીયાદ કરીને માંગણી કરી હતી.