(એજન્સી) નવી દિલ્હી, તા.૬
સીએએ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા આરોપીઓના ફોટાઓ તેમના નામ-સરનામા સાથેના ઘણા પોસ્ટરો લખનૌની ઘણી મુખ્ય જગ્યાઓ પર લગાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં એ લોકોથી સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા દંડ ભરવા કહેવામાં આવ્યું છે. પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, જો આ લોકો દંડ નથી ભરતા તો તેમની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે. જો કે, આ સ્પષ્ટ નથી થયું છે કે, આ લોકોને વ્યક્તિગત સ્તર પર નોટિસ આપવામાં આવી ચૂકી છે તો રાજ્ય સરકારે આ લોકોના પોસ્ટરો કેમ લગાવ્યા છે. જે લોકોના ફોટાઓ પોસ્ટરોમાં છે એમાં સામાજિક અને રાજનૈતિક સદફ જાફર, વકીલ મોહમ્મદ શોએબ, થિયેટરથી જોડાયેલા દીપક કબીર, પૂર્વ આઈપીએસ એસઆર દાશપુરી પણ સામેલ છે. આ બધા જમાનત પર બહાર છે અને કહ્યું છે કે, સરકાર તરફથી સંપત્તિ જપ્ત કરવાના નિર્ણય વિરૂદ્ધ તેઓ કોર્ટમાં લડાઈ લડશે. જમાનત આપતા કોર્ટે જોયું કે, આનાથી ઘણા વિરૂદ્ધ લગાવવામાં આવેલ આરોપને સાબિત કરવા પોલીસ પુરાવાઓ આપી શકી નથી. સૂત્રો મુજબ લખનૌમાં આ મુજબનો હોર્ડિંગ્સ લગાવવાનો આદેશ સીધો મુખ્યમંત્રી કાર્યાલયથી આવ્યો છે. ઈલ્હાબાદ હાઈકોર્ટે પણ આ મુજબ કાનપુરના એક શખ્સની વિરૂદ્ધ સંપત્તિ જપ્ત કરવાના સરકારી આદેશ પર રોક લગાવી દીધી હતી.