Site icon Gujarat Today

ડેરેક ઓ’બ્રાયને સંસદના કોરીડોરમાં ભાષણ આપ્યું; દિલ્હી હિંસા પર ચર્ચાની માંગ કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ડેરેક ઓ’બ્રાયને અભૂતપૂર્વ પગલું ઉઠાવતા સંસદ ભવનના કોરીડોરમાં દસ મિનિટનું ભાષણ આપ્યું અને દિલ્હી હિંસા પર ચર્ચા કરવાની માંગ કરી. તેમનું કહેવું છે કે, સરકાર દિલ્હી હિંસા પર ચર્ચા કરવા ઈચ્છુક નથી. રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેકે પોતાના ભાષણ શરૂ કરવાના પહેલાં કહ્યું કે, વિપક્ષી દળ ગત પાંચ દિવસથી સતત આ મુદ્દા પર ચર્ચા કરવા માટે નોટિસ આપી રહ્યા છે. તેઓએ આરોપ લગાવ્યો કે, સરકાર બન્ને સદનોમાં કામ રોકી રહી છે. ડેરેકે કહ્યું કે, હું તૃણમૂલ કોંગ્રેસ તરફથી ભાષણ આપવા તૈયાર હતો. સભાપતિ મહોદય હું શું કરી શકું છું. સરકાર સંસદ ચાલવા નથી દઈ રહી. આજે શુક્રવારે મને ભાષણ આપવાનો હતો અને હું આ સદનમાં ન દઈને પ્રથમ તલ પર આવી રહ્યો છું. અમે અવાજ સંભળાવવા અલગ અલગ રીતો અપનાવવી પડી રહી છે જેથી હું અહીંયા આવ્યો છું. ડેરેકે પોતાના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂકયો છે. તેમણે કહ્યું કે, ગૃહમંત્રીએ પ્રભાવિત વિસ્તારોમાં પણ ન ગયા. હિંસા ભડકાઉ સૂત્રોચ્ચારો શરૂ થયા અને આપણે બધા જાણીએ છીએ કે કયા લોકોએ આ બધુ કર્યું છે. તેઓને નારાબાજી કરવાની હિંમત ક્યાંથી આવી ? પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીથી. અચાનકથી એવું લાગી રહ્યું છે કે તેઓએ જ આ સૂત્રોચ્ચારોને માન્યતા આપી છે. આ નારાઓ કટ્ટરતા અને નફરત ફેલાવી રહ્યા છે. મોદી અને અમિત શાહ માત્ર ચૂંટણી કાર્યક્રમ નક્કી કરે છે. સાર્વજનિક મંચો પર પર્યાપ્ત સાક્ષ્પ છે જે સંકેત કરે છે કે આ મુજબના રમખાણો અને નરસંહાર માત્ર એક રાજકીય દળને લાભ થાય છે. તેઓએ સંસદની કાર્યવાહી ઠપ્પ કરી રાખી છે જેથી મુશ્કેલ સવાલોના જવાબ આપવા નથી માંગતા. દિલ્હી હિંસાની સરખામણી નાજી જર્મનીથી કરતા ડેરેકે કહ્યું કે, નરસંહાર એક પ્રક્રિયા છે. નાજીયોએ એ સમયે ગેસ ચેમ્બરોથી શરૂ નથી થઈ હતી. આ ઘૃણા ફેલાવનારા નારાઓથી શરૂ થઈ હતી. આ પણ આવા જ નારાઓથી શરૂ થયો હતો. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે ચર્ચા માટે વિપક્ષી દળો દ્વારા આપવામાં આવેલ નોટિસોમાંથી છેલ્લી નોટિસ નવેમ્બર ર૦૧૬માં સ્વીકારી હતી.

Exit mobile version