(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
ચારિત્ર્ય પર શંકા રાખી ગઈકાલે બપોરે ઘરમાં જ પત્નીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર આઝાદનગર રોડ રસુલાબાદમાં રહેતા રવિ નામદેવ ખંડારે અવાર-નવાર તેની પત્ની મોહીની સાથે ચારિત્ર્ય પર વહેમ રાખતો હતો અને તેને લઈને અવાર-નવાર ઝઘડો થતો હતો. ગઈકાલે બપોરે રવિએ તેની બંને દીકરીઓને મહારાષ્ટ્ર સ્થિત વતનમાં લઈ જવાની વાત કરતા પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ સમયગાળામાં ક્રોધિત થયેલા રવિએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો જેને પગલે લોહીલુહાણ થયેલી મોહીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.