(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
પુણા નહેર પાસે રહેતા શ્રમજીવી પરિવારની છ વર્ષની માસુમ બાળકીને બે દિવસ માટે ફૂગ્ગા વેચવા માટે આવેલા અજાણ્યા સ્ત્રી-પુરૂષ નહેરમાં નવડાવાને બહાને અપહરણ કરી જતા પોલીસ દોડતી થઈ છે.
પુણા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પુણાગામ રેશ્મા રો-હાઉસ બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારની છ વર્ષની માસુમ બાળકીનું ગઈકાલે બપોરે ચારેક વાગ્યે બાજુમાં પડાવ નાંખી રહેતા અજાણ્યા સ્ત્રી-પુરૂષ પુણા નહેરમાં નવડાવાને બહાને લઈ જઈ અપહરણ કરી ગયા હતા. હિન્દી ભાષા બોલતા અને આશરે ૨૮થી ૩૦ વર્ષના અજાણ્યો સ્ત્રી-પુરૂષ બે દિવસ રહેવા જ શ્રમજીવીની બાજુમાં આવ્યા હતા. આરોપીઓ ફૂગ્ગા વેચવાનો ધંધો કરે છે. બે દિવસ બાજુમાં રહેતા હોવાથી વાતચીત કરતા હતા અને ગઈકાલે તેઓ બપોરે પુણા નહેરમાં નહાવા માટે જતા હોવાથી શ્રમજીવીને તેની દીકરીને પણ નવડાવી લાવ્યે હોવાનુ કહી બાળકીને લઈ ગયા હતા. મોડી સાંજ સુધી પરત નહીં આવતા શ્રણજીવીએ શોધખોળ કરવા છતાંયે તેમનો કોઈ પત્તો નહીં મળતા રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ બાળકીને રિક્ષામાં લઈ જતા દેખાય છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.