નવી દિલ્હી, તા.૧૭
આઈપીએલના નામથી પ્રખ્યાત આ લીગની ૧૩મી સિઝન અનિશ્ચતતામાં જ ફસાઈ ગઈ છે. પહેલાં તો લીગની સિઝનનું ઉદ્ઘાટનને ર૯ માર્ચથી શિફટ કરી ૧પ એપ્રિલ કરી દેવાયું છે અને ત્યારબાદ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઈશારો કર્યો છે કે આ વર્ષ લીગની મેચોમાં ઘટાડો થઈ શકે છે. હવે એક અખબારનો દાવો છે કે અમુક ટીમો વર્ષ ર૦૦૯ની જેમ આ વર્ષે પણ ફૂલ આઈપીએલ ઈચ્છે છે. વર્ષ ર૦૦૯ના આઈપીએલની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ ૩૭ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. ૧૪ માર્ચે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને બધી ફ્રેન્ચાઈઝી વચ્ચે મીટિંગ થઈ હતી. આ મીટિંગ બાદ ગાુગુલીએ કહ્યું હતું કે આઈપીએલ નાની થઈ શકે છે. જો કે ગાંગુલીના આ વિચારથી ફ્રેન્ચાઈઝી સહમત નથી. હાલ તો આઈપીએલ ૧પ એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. સ્થિતિ સુધરશે નહીં તો કેન્સલ પણ થઈ શકે છે. આને કેન્સલ કરવું એટલું આસાન નથી. બિઝનેસ ટુડેના અનુસાર આઈપીએલ કેન્સલ થશે તો બીસીસીઆઈને ૩૮૬૯ કરોડનું નુકસાન થશે. આમાં ૩ર૬૯ કરોડનું બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ રેવન્યુ સામેલ છે. આ ઉપરાંત ર૦૦ કરોડની સેન્ટ્રલ સ્પોન્સરશીપ અને ૪૦૦ કરોડની ટાઈટલ સ્પોન્સરશીપ પણ છે.