હાલ સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર ફેલાયો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. લોકોએ આ સમાચારની સત્યતા જાણ્યા બાદ બહારગામ જવાનું ટાળતા રેલવે સ્ટેશનો અને એસ.ટી. સ્ટેન્ડ સૂમસામ થઈ ગયા હતા. અમદાવાદનું કાલુપુર સ્થિત મુખ્ય રેલવે સ્ટેશન ર૪ કલાક ધમધમતું હોય છે પરંતુ કોરોના વાયરસના ડરથી કાલુપુર રેલવે સ્ટેશન સુમસામ થઈ ગયું હતું અને મુસાફરોની પાંખી હાજરી વર્તાતી હતી.
4.5
4