Site icon Gujarat Today

પાટણમાં કોરોના વાયરસના ચાર શંકાસ્પદ કેસો સામે આવતાં ખળભળાટ

(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૨૧
પાટણમાં કોરોના વાયરસના શંકાસ્પદ ચાર કેસો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્રણ ભારતીય એનઆરઆઈ અને એક સ્થાનિક મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા આ ચારેય શંકાસ્પદ દર્દીઓને ધારપુર મેડિકલ હોસ્પિટલના આઈસોલેટેડ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તાજેતરમાં પાટણમાં બે વ્યક્તિઓને શંકાસ્પદ કોરોના વાયરસ માલૂમ પડતા તેઓને ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક વ્યક્તિનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો જ્યારે અન્ય એક વ્યક્તિનો રિપોર્ટ હજુ આવ્યો નથી. ત્યાં જ વધુ ચાર શંકાસ્પદ કેસો માલૂમ પડતાં લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છેે. જેમાં ઓસ્ટ્રેલિયાથી પરત ફરેલ એક યુવક જ્યારે યુએઈથી પરત ફરેલ બે વ્યક્તિઓ અને એક સ્થાનિક વૃદ્ધ મહિલાને શંકાસ્પદ કોરોના વાયરસ માલૂમ પડતા આ ચારેય દર્દીઓને હાલમાં ધારપુર હોસ્પિટલના આઈસોલેટેડ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

Exit mobile version