Site icon Gujarat Today

કોરોના વાયરસનું વધુ ભયંકર રૂપ હજુ જોવાનું બાકી છે : WHO પ્રમુખ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબરેસસે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના પ્રકોપનો સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે. કેટલાંય દેશ જે રીતે પ્રતિબંધાત્મક ઉપાયોમાં ઢીલ આપી રહ્યા છે ત્યારે મહામારી નવી ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અમારા પર વિશ્વાસ કરો. સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. આપણે આ આપદાને રોકવી પડશે. ઘણા બધા લોકો આ વાયરસને હજુ સુધી સમજી શકયા નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશકે એ સ્પષ્ટતા કરી નથી કે તેઓ કેમ માને છે કે ૧૬૬૦૦૦થી વધુ લોકોના મોત બાદ પણ આનાથી વધુ બદતર સ્થિતિ થઇ શકે છે. જો કે કેટલાંય લોકોએ આફ્રિકાના માધ્યમથી બીમારીના સંભવિત પ્રસારની તરફ ઇશારો કર્યો છે, જ્યાં સ્વાસ્થ્ય પ્રણાલીઓ ખૂબ જ ઓછી વિસકિત છે. ઘેબરેસસે કહ્યું કે લોકડાઉન પ્રતિબંધોને હટાવવો મહામારીનો અંત નથી. પરંતુ આ પહેલાં તબક્કાની શરૂઆત છે. મહામારી સામે મુકાબલો નેકસ્ટ તબક્કાની ગંભીરતા પર જોર આપતા તેમણે કહ્યું કે દેશોને વાયરસને રોકવા માટે પોતાના નાગરિકોને શિક્ષિત, પ્રોત્સાહિત અને સશકત કરવા પડશે.
વાયરસના સંક્રમણને લઇને પણ સચેત રહેવાની જરૂર છે. ટેડ્રોસે કહ્યું રવિવારના રોજ જી-૨૦ ગ્રપના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે વર્ચ્યુઅલ બેઠકમાં કહ્યું કે અમે એ વાતને લઇ ઉત્સાહિત છીએ કે જી-૨૦ના કેટલાંય દેશ સામાજિક પ્રતિબંધોમાં ઢીલ આપવા પર વિચાર કરી રહ્યા છે, પરંતુ મહત્વપૂર્ણ છે કે આ પ્રક્રિયા તબક્કાવાર થાય.
તેમણે એ વાતને લઇ ખૂબ ચિંતા વ્યકત કરી કે કોરોના વાયરસ હવે એ દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે જેની પાસે મહામારીને ઉકેલવા માટે જી-૨૦ ગ્રૂપના કેટલાંય દેશો જેવી ક્ષમતા નથી. ટેડ્રોસે સ્વાસ્થ્ય મંત્રીઓને કહ્યું કે કોરોના મહામારીને ઉકેલવામાં એવા દેશોને માત્ર તાત્કાલિક સહાયતા કરવાની જ જરૂર નથી પરંતુ અન્ય સ્વાસ્થ્ય સર્વિસીસ પણ સુનિશ્ચિત કરાવાની જરૂર છે. તેમણે મહામારી સામે મુકાબલા માટે ડબ્લ્યુએચઓને ૫૦ કરોડ ડોલર (અંદાજે ૩૮૦૦ કરોડ રૂપિયા)ની આર્થિક સહાયતા આપવા પર સાઉદી અરબનો આભાર માન્યો.

Exit mobile version