(એજન્સી) કોલકાતા, તા.ર૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત પર લોકોને અભિનંદન આપ્યા અને તૈમને અપીલ કરી કે તે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા પોતાના ઘરોમાં નમાઝ અદા કરે.
મમતાએ લોકોને કોરોના વાયરસની વિરૂદ્ધ લડાઈમાં એક જૂથ થવા અને સંકટના સમયે શાંતિ અને સાંપ્રદાયિક સદ્ભાવ સુનિશ્ચિત કરવાની પણ અપીલ કરી છે. મમતાએ ટ્વીટ કરી જણાવ્યું કે, “બધાને રમઝાન મુબારક આ પવિત્ર મહિના આત્મ નિરીક્ષણ અને નવીનીકરણનો સમય છે. એક મહિના સુધી રોઝા રાખવાવાળા તમામ લોકોને મારી શુભેચ્છાઓ જાહેર સુરક્ષાના હિતમાં વાયરસ મુક્ત સમાજ સુનિશ્ચિત કરવા માટે મારી વિનમ્ર અપીલ છે કે, આ વર્ષે આપણે પોતાના ઘરોમાં નમાઝ પઢીએ.
તેમણે જણાવ્યું કે, આ પવિત્ર મહિનામાં આપણે એક બીજાને વચન આપીએ કે, આપણે આ મહામારીથી લડવામાં સાથે ઊભા રહીએ અને સુનિશ્ચિત કરીએ કે, શાંતિ અને સાંપ્રદાયિક સદ્ભાવ જળવાઈ રહે. મમતાએ જણાવ્યું કે, લોકોએ ઘરોની અંદર રહેવું જોઈએ અને બધા સાવધાની રાખે.
તેમણે જણાવ્યું કે, “એક વાત જે આપણે પોતાના પૂર્વજોથી શીખી છે કે, ઈશ્વર આપણને આશીર્વાદ આપે અને બધુ બરાબર કરી દે. ઘરમાં રહો, બધા સાવધાની રાખો, પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખો.”