Site icon Gujarat Today

કોરોનાના અજગરી ભરડામાં વધુ રપ૬ લપેટાયા : અમદાવાદમાં જ ૧૮ર

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૫
ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓનો આંક તાપમાનના આંકડાની જેમ ઉપરને ઉપર જતો જાય છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ રપ૬ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં જ સૌથી વધુ ૧૮ર કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. એટલે કે રાજ્યના ૬૦ ટકા જેટલા કેસો માત્ર અમદાવાદના જ છે. ઉપરાંત આજે કુલ છ દર્દીઓનાં મોત નિપજતા રાજ્યમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૩૦૭૧ તથા મોતનો આંક ૧૩૩ થયો છે. ગુજરાતમાં ૨૫૬ પોઝિટિવ કેસોની જિલ્લા મુજબ જોઈએ તો અમદાવાદમાં ૧૮૨ કેસ, આણંદમાં ૫, બનાસકાંઠામાં ૧૧, ભાવનગરમાં ૫, છોટાઉદેપુરમાં ૨, ગાંધીનગરમાં ૪, મહીસાગરમાં ૧, નવસારીમાં ૧, પંચમહાલમાં ૨, પાટણમાં ૧, સુરતમાં ૩૪, સુરેન્દ્રનગરમાં ૧ અને વડોદરામાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આજે કુલ ૬નાં મોત થયા છે. તો ૧૭ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૩૦૭૧ થયો છે. જેમાં ૩૦ લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૨૬૧૬ લોકોની હાલત સ્થિર છે. જ્યારે કુલ ૨૮૨ લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કોરોનાના કારણે મોતનો કુલ આંક ૧૩૩ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૪૮૩૧૫ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૦૭૧ લોકોનાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જો આજનાં ૬ મોતની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં ૩ લોકોનાં મોત નિપજ્યા છે. તો આણંદ, સુરત અને વડોદરામાં એક એક લોકોનાં મોત નિપજ્યા છે.
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવનો આંક ૨૦૦૩ થઈ ગયો છે. જ્યારે સુરતમાં ૪૯૬ અને વડોદરામાં ૨૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધારે ૧૧૫ લોકોનાં મોત નિપજ્યા છે. જે બાદ વડોદરામાં ૫૬ લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં આજે જે છ લોકોના કોરોનાને લીધે મોત નિપજ્યા છે, તે પૈકી પાંચ દર્દીઓ ડાયાબિટીસ, હૃદયની બીમારી, હાયપર ટેન્શન વગેરેથી પીડાતા હતા.
દરમ્યાન આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજની સ્થિતિ અંગે વાત કરતા કહ્યુ હતું કે, રાજ્યભરમાં અસરકારક રીતે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટમાં પણ ગુજરાત સરકારે સારી કામગીરી અદા કરી છે. શુક્રવારે સાંજે ગુજરાતમાં ૩૨૮૦ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રવિએ કહ્યુહતુ કે કોરોના વાયરસનુ સંક્રમણ અભૂતપૂર્વ છે. માનવ જાતિએ અગાઉ ક્યારેય નહીં કલ્પેલા કે નહીં અનુભવેલા કોરાના વાયરસે આજે વિશ્વના ૨૧૦ દેશોમાં આતંક મચાવી દીધો છે. ભારતના ૩૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનો પગ પેસારો રહ્યો છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. વિશ્વના દેશોમાં કોરોનાના કારણે કેસોની સંખ્યા વધીને હવે ૨૮ લાખ કરતા વધારે થઇ ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો પણ વધીને બે લાખની નજીક પહોંચી ગયો છે. હાલત ખરાબ થયેલી છે. વિશ્વના દેશોમાં કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યા વધીને ૮૦૬૯૫૩ સુધી પહોંચી ગઇ છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૧૮૨૭૫૨૬ સુધી પહોંચી ગઇ છે. કોરોના વાયરસના કારણે ગુજરાત સરકારે પણ સાવચેતી સાથેના તમામ પગલા લીધા છે. રાજ્યભરમાં અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેના ફેલાવાને રોકવા માટે પગલા લેવાયા છે.

કોરોનાના ક્યાં કેટલા કેસ ?

જિલ્લો કેસ મૃત્યુ
અમદાવાદ ર૦૦૩ ૮૬
વડોદરા ર૩૦ ૧ર
સુરત ૪૯૬ ૧પ
રાજકોટ ૪૧ ૦૦
ભાવનગર ૪૦ ૦૫
આણંદ ૪૧ ૦૩
ભરૂચ ૨૯ ૦૨
ગાંધીનગર ૨૩ ૦૨
પાટણ ૧૬ ૦૧
પંચમહાલ ૧૭ ૦૨
બનાસકાંઠા ૨૭ ૦૦
નર્મદા ૧૨ ૦૦
છોટાઉદેપુર ૧૩ ૦૦
કચ્છ ૦૬ ૦૧
મહેસાણા ૦૭ ૦૦
બોટાદ ૧૨ ૦૧
પોરબંદર ૦૩ ૦૦
દાહોદ ૦૪ ૦૦
ગીર-સોમનાથ ૦૩ ૦૦
ખેડા ૦૫ ૦૦
જામનગર ૦૧ ૦૧
મોરબી ૦૧ ૦૦
સાબરકાંઠા ૦૩ ૦૦
અરવલ્લી ૧૮ ૦૧
મહીસાગર ૧૦ ૦૦
તાપી ૦૧ ૦૦
વલસાડ ૦૫ ૦૧
નવસારી ૦૨ ૦૦
ડાંગ ૦૧ ૦૦
સુરેન્દ્રનગર ૦૧ ૦૦
કુલ ૩૦૭૧ ૧૩૩

Exit mobile version