નવી દિલ્હી, તા.૧૪
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે કહ્યું કે, તેઓ એ વાતને લઇ વિશ્વાસ નથી કે વિરાટ કોહલી ‘ગાર્ડ ઓફ ક્રિકેટ’થી પ્રખ્યાત સચિન તેંડુલકરના ‘કેટલાંય’ રેકોર્ડ તોડી શકશે. અકરમે ભારતના પૂર્વ સલામી બેટસમેન આકાશ ચોપડાના શો આકાશવાણી પર કહ્યું કે, તેઓ આ બંને દિગ્ગજોની તુલના કરી શકતા નથી. અકરમે કહ્યું કે, હું સીધી વાત કરું છું અને એ જ કહું છું જે મને લાગે છે. હું બંનેની સરખામણી કરી શકતો નથી પરંતુ મને લાગે છે કે વિરાટ કોહલી ઘણા આગળ જશે અને કેટલાંક બધા રેકોર્ડ તોડશે પરંતુ શું તેઓ સચિનનો રેકોર્ડ તોડી શકે છે ? મને શંકા છે. સચિનના નામ ઘણા રેકોર્ડ છે. કોહલી ત્યાં સુધી પહોંચી રહ્યો છે પરંતુ હજુ સમય છે. ડાબોડી પૂર્વ બોલર્સે કહ્યું કે, તેઓ એ જમાનાના મહાન બેટસમેન છે. સચિનની તુલનમાં આ બંને અલગ પ્રકારના ખેલાડી છે. કોહલી એક બેટસમેન અને વ્યક્તિ તરીકે ઘણો આક્રમક છે- સકારાત્મક આક્રમકતા. સચિન શાંત હતો છતાંય તે આક્રમ હતા, તેમની શારીરિક ભાષા અલગ હતી. એક બોલર્સ તરીકે તમે તેને વાંચી પણ શકો છો. પાકિસ્તાન માટે ૧૦૪ ટેસ્ટ રમનાર અકરમે કહ્યું કે, સચિન જાણતા હતા કે હું જો તેને સ્લેજ કરીશ તો તે વધુ પ્રતિબદ્ધ થઇ જશે. આ મારો વિચાર છે અને હું ખોટો પણ હોઇ શકું છું. જો હું કોહલીને સ્લેજ કરીશ તો તે પોતાનો પિત્તો ગુમાવી બેસશે. આ બેટસમેન ગુસ્સે થાય છે તો તે તમને મારે છે અને ત્યારે તમારી પાસે તેને આઉટ કરવાનો સૌથી મોટી તક હોય છે. અકરમે કેરિયરમાં ૧૦૪ ટેસ્ટ મેચોમાં ૨૮૯૮ રન બનાવ્યા અને ૪૧૪ વિકેટ લીધી. તો વનડે માં તેમણે ૩૫૬ મેચોમાં ૩૭૧૭ રન બનાવ્યા સિવાય ૫૦૨ વિકેટ ઝડપી.