(એજન્સી) તા.૧૮
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ વિશેષ પેકેજ સંદર્ભમાં નાણાપ્રધાન સીતારામન દ્વારા થયેલી અંતિમ જાહેરાત પછી નિરાશા જાહેર કરી છે. તેમણે કહ્યું કે, સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ખરાબ આર્થિક સ્થિતિમાંથી દેશને બહાર કાઢવા કેન્દ્ર સરકાર પાસે કોઇ રોડમેપ નથી. સરકાર આ ધિરાણોને પ્રોત્સાહન પેકેજ ના કહી શકે. શહેરી ગરીબો અને પ્રવાસી શ્રમિકો માટે સરકારના આ પેકેજમાં કાંઇ નથી. આનંદ શર્માએ કહ્યું કે, પેકેજ માત્ર રૂપિયા ૩.૨૨ લાખ કરોડનું છે. પેકેજ જીડીપીના ૧.૬ ટકા બરોબર જ છે. પીએમએ કહ્યું હતું તેવું ૨૦ લાખ કરોડનું પેકેજ નથી. આનંદ શર્માએ એમ પણ જણાવ્યું કે, નાણાપ્રધાનની સ્થિતિ સમજી શકાય તેમ છે. અર્થવ્યવસ્થા તબાહ થઇ ચૂકી છે અને પચારિકતાઓ પણ નિભાવવાની છે. પરંતુ શ્રમિકો માટે રેલવેની વ્યવસ્થા કેમ નથી થઇ રહી ? લોકો રસ્તા પર કેમ ગુજરી રહ્યા છે ? સરકાર માત્ર જીભનો ઉપયોગ કરીને મદદ કરી રહી છે. નાના અને મધ્યમ ઉદ્યોગમાં કામ કરનારાની રોજગારી બચાવી શકાય તે હેતુસર નાના વેપારીઓને વગર વ્યાજે ધિરાણ આપવાની વાત હતી. અનાજ આપવાની વાત કરીએ તો ખાદ્ય સુરક્ષા કાયદો પહેલેથી અમલી છે. માર્ક્સવાદી નેતા વૃંદા કરાતે જણાવ્યું હતું કે, રસ્તા પર ટ્રક અકસ્માતમાં ૨૬ શ્રમિક ગુજરી જઇ રહ્યા છે અને નાણાપ્રધાન અંતરિક્ષ સંશોધન અને ખાનગી ક્ષેત્ર માટે બધું ખુલ્લું કરવાની વાત કરી રહ્યાં છે. હજારો માઇલ પગપાળા જઇ રહેલા શ્રમિકોની આ મશ્કરી છે. આ સમૂહ નાણાપ્રધાનના મસ્તિષ્કમાં જ નથી. સરકાર આ લોનને પ્રોત્સાહન પેકેજ કહી શકે નહીં. બધા દેશોની સરકારે લોકોને ખોટુ આશ્વાસન આપવા માટે પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યુ છે. શહેરી ગરીબ લોકો અને પ્રવાસી કામદારો માટે સરકારે કોઇ પેકેજની જાહેરાત કરી નથી. કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ૨૦ લાખ કરોડ રૂપિયાના સ્પેશ્યલ પેકેજ પર નારાજગી જાહેર કરતા આનંદ શર્માએ કહ્યુ કે, આ સ્પેશ્યલ પેકેજ ૩.૨૨ લાખ કરોડ રૂપિયાનુ છે. જે જીડીપીનો ૧.૬ ટકા ભાગ છે. જેવુ વડાપ્રધાને કહ્યું હતું, તેવુ ૨૦ લાખ કરોડનુ પેકેજ નથી. તેમણે વધુમા જણાવ્યુ કે, આ બાબતે નાણા મંત્રીની સ્થિતિ સમજી શકાય છે કારણકે અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને શિષ્ટાચાર પણ રાખવો પડે, પરંતુ કામદારો માટે રેલવેની વ્યવસ્થા કેમ કરવામા આવી નથી. લોકો રસ્તા પર મરી રહ્યા છે. સરકાર ફક્ત પેકેજ જાહેર કરીને મદદ કરી રહી છે.