(એજન્સી) શ્રીનગર, તા. ૯
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રોફેસર સૈફુદ્દીન સોઝે સોમવારે જણાવ્યું હતું કે તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી અને સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત ઔસફ સઈદ ને સાઉદી અરેબિયામાં ફસાયેલા કાશ્મીરીઓને પરત લાવવા વિનંતી કરી હતી.
એક અખબારી નિવેદનમાં પ્રો.સોઝે જણાવ્યું હતું કે તેમને એક અગ્રણી કાશ્મીરી રેડિયો કાશ્મીરના પૂર્વ સમાચાર સંપાદક ગુલામ ગિલાની, જે સાઉદી અરેબિયામાં ફસાયેલા કાશ્મીરીઓમાં શામેલ છે, તેમના તરફથી એક ‘ચિંતાજનક પત્ર’ મળ્યો હતો.
તેમણે કહ્યું, ‘મેં પ્રધાનોને સમજાવ્યું કે ફસાયેલા કાશ્મીરીઓમાં વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓ, નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે.’
તેમણે ઉમેર્યું, “મેં આ પ્રધાનોને માહિતી આપી હતી કે હાલના દિવસોમાં આ ફસાયેલા લોકો શ્રીનગર આવવા માટે ની મુસાફરી માટે ઘણા જ ધક્કાઓ ખાઈ રહ્યા છે અને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે
“મેં કેન્દ્રીય પ્રધાનો અને સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂતને ભારપૂર્વક વિનંતી કરી કે સાઉદી અરેબિયામાં ફસાયેલા આ લોકો માટે કાશ્મીરમાં તાત્કાલિક ધોરણે તેમના ઘરે પાછા જવાનું આયોજન કરો, જેથી ઘણા દિવસો સુધી સતત મુશ્કેલીઓનો સામનો કર્યા પછી સંબંધિત પરિવારોને રાહત મળે.”