(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૭
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા ૧૫ દિવસથી વધવાના કારણે પાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. તેમ છતાં સુરતમાં કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લાં ૧૫ દિવસમાં સુરતમાં લગભગ ૧,૨૦૦થી વધુ કેસો નોંધાતા તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૧૧૫ થયો છે. કોરોના સામે અત્યાર સુધીમાં ૨,૦૪૨ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ૩૯૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૩૬ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૩ વેન્ટિલેટર, ૩૧ બીપેપ અને ૧૯૨ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
જિલ્લામાં અત્યારે કુલ કેસ ૨૪૯ નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધી ૩,૦૪૬ કેસો થયા છે. તેની સામે ૨,૦૪૨ લોકો સાજા પણ થયા છે. આમ ભારતમાં ડિસ્ચાર્જ અને રીકવરી રેટ સૌથી સારો રહ્યો છે. સુરતનો રીકવરી રેટ ૬૯ ટકા છે. આમ સુરત શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૧૧૫ના મોત થયા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધીને ૬૦થી વધુ થવાની શકયતા દેખાઇ રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ૩૯૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૩૬ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૩ વેન્ટિલેટર, ૩૧ બીપેપ અને ૧૯૨ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.