હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના અકીદતમંદોની આસ્થાના પ્રતીક ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં ગુસ્તાખી કરનાર કહેવાતા પત્રકાર શેતાન અમિષ દેવગન વિરુદ્ધ જનઆક્રોશ
હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે તેવા સુલતાનુલ હિન્દ હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેરી (રહમતુલ્લાહ અલયહે)ની શાનમાં ગુસ્તાખીભર્યા શબ્દો વાપરનાર ન્યુઝ ૧૮ના એન્કર શેતાન અમિષ દેવગન વિરુદ્ધ દેશભરના શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ હલકી માનસિકતા ધરાવતા કહેવાતા પત્રકારને પાઠ ભણાવવા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં આ નાલાયક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, મ્યુનિ. કાઉન્સિલર શાહનવાઝ શેખ, રાયખડ વોર્ડ કોંગ્રેસ પ્રમુખ મુબીન કાદરી સહિતના આગેવાનો ઉપરાંત પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર મુસ્તાક ખાદીવાલા અને અમદાવાદ છીપા એક્શન કમિટીની આગેવાનીમાં ગાયકવાડ પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીએ જઈ તથા દાણીલીમડાના મ્યુનિસિપલ કાઉન્સિલર શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો દ્વારા દાણીલીમડા અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
અમદાવાદ, તા.૧૭
ખાનગી ન્યૂઝ ચેનલના એન્કર અમીશ દેવગને એક ડિબેટમાં દેશની એકતા અને અખંડિતતા તોડવાના ઈરાદે અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.) વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. જેના લીધે મુસ્લિમ સમાજ સહિત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીને માનનારા અકીદતમંદોમાં રોષ ફાટી નીકળ્યો છે. ટ્વીટર ઉપર પણ હેશટેગ અરેસ્ટ અમિશ દેવગન ટ્રેન્ડ થયું છે. આમ સમગ્ર મામલે ગુજરાતમાં પણ અમિશ દેવગન વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા પોલીસ સ્ટેશનો સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ છે. ન્યૂઝ ચેનલના એન્કર અમિશ દેવગન વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ સાથે પોલીસને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ન્યૂઝ ૧૮ ઈન્ડિયા નામની ન્યૂઝ ચેનલ દ્વારા તેના એન્કર અમિશ દેવગન તથા તમામ ડિબેટમાં ભાગ લેનાર તમામ પેનલિસ્ટો દ્વારા ભેગા મળીને તા.૧પ-૬-ર૦ર૦ના રોજ ૭ઃ૩૦ વાગ્યે લાઈવ ડિબેટ ‘‘આર-પાર મેં આજ સબસે નઈ બહસ’’ નામે ડિબેટનું આયોજન કર્યું હતું. આ ડિબેટમાં જાણી જોઈને મુસ્લિમ ધર્મના સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.) વિશે ચેનલના એન્કર અમિશ દેવગન દ્વારા ‘‘અકરાનકા ચિશ્તી આયા, લૂટેરા ચિશ્તી આયા ઉસકે બાદ ધર્મ બદલે’’ જેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કર્યો છે જેથી આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આ ડિબેટનું આયોજન જાણી-જોઈને મુસ્લિમ ધર્મના લોકોની લાગણીઓ દુભાવવા તેમજ બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી દેશની એકતા અને અખંડિતતા તોડવાના ઈરાદે આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચીને કરવામાં આવ્યું છે. આ તમામ આરોપીઓએ ભેગા મળીને સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ર.અ.) વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને અમારી ધાર્મિક લાગણીઓ દુભાયેલ હોઈ અને દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચે તેવું કૃત્ય કર્યું હોવાથી આ કાર્યક્રમ અગાઉથી નક્કી કર્યા મુજબ આયોજિત કરવામાં આવેલ છે. ઉપરોકત કૃત્ય કરનાર આરોપીઓ જેમાં આ ટીવી ચેનલના માલિક સામે તેમજ ન્યૂઝ એન્કર અમિશ દેવગન સહિત તમામ પેનલિસ્ટોએ ભેગા મળીને પોતાનો ઈરાદો પાર પાડવા માટે એક સંપ થઈને પૂર્વ આયોજનબદ્ધ રીતે આ કાર્યક્રમનું આયોજન કરીને દેશની એકતા અને અખંડિતતાને તોડવાનો, બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાનો હિન અને હિચકારું કૃત્ય કરી કરાવી મુસ્લિમ ધર્મના લોકોની ધાર્મિક આસ્થાને તોડવાનો અને ધાર્મિક લાગણીઓ દુભાય તેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે જેથી આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૧પ૪ મુજબ આ અમારી લેખિત ફરિયાદને પ્રથમ બાતમી અહેવાલ માની લઈ ઈપીકો કલમ ૧ર૪(એ), ૧પ૩(એ), ૧૪૪, ૧ર૦(બી) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૭ મુજબ એફઆઈઆર નોંધવા નમ્ર અરજ છે. આમ નડિયાદ, ખંભાળિયા, ગોધરા, સિદ્ધપુર, મોરબી, વડોદરા, વાંકાનેર અને અમદાવાદમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, કોર્પોરેટર શાહનવાઝ શેખ, રાયખડ વોર્ડ કોંગ્રેસ પ્રમુખ મુબીન કાદરી, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં, જુહાપુરાના કાદરી આમીરહુસૈન, વેજલપુર પોલીસ સ્ટેશનમાં, કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે દાણીલીમડા અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં સહિત સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ એન્કર અમિશ દેવગન સહિતના આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા રજૂઆત કરાઈ હતી.