અમરેલી, તા.૧૮
આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત ચીનની બોર્ડર પર શહીદ થયેલ ભારતીય વીર જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયેલ હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા નેતા વિપક્ષ સંદીપભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડયા, પરદેશ મહિલા મંત્રી હંસાબેન જોશી, વસંત કાબરીયા, બી.કે.સોલીયા, હિરેન ટીમણિયા, ચંદુભાઈ બારૈયા, દિનેશભાઇ પરમાર વી.કોંગ્રેસ અગ્રણીઓએ વર્તમાન કોરોના ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભારતના વીર શાહિદને શ્રદ્ધાંજલિ આપેલ હતી.