Ahmedabad

કાળમુખા કોરોનાનો વિસ્ફોટ જારી : સૌથી વધુ પ૪૦ નવા કેસ-ર૭નાં મોત

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૯
લોકો કોરોનાના કહેરમાંથી ઝડપથી છુટે તેવી દુઆ કરી રહ્યા છે. તંત્ર પણ તમામ પ્રયાસો કરી રહ્યું છે.પરંતુ કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. છેલ્લા અઠવાડિયાથી રાજયમાં પ૦૦થી વધુ કેસો આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાજયમાં અત્યાર સુધીના સૌથી વધુ પ૪૦ વિસ્ફોટક કેસો નોંધાયા છે. જયારે ર૭ લોકોના મોત થયા છે. એટલે ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો ર૬ હજારને પાર કરી ગયો છે. જેમાં હંમેશાની જેમ અમદાવાદે ૧૮,રપ૮ કેસો સાથે તેનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી નોંધાતા પ૦૦થી વધુ કોરોના કેસોને જોતા આગામી સમયમાં પરિસ્થિતિ વણશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા અનલોક-૧ અંતર્ગત છુટછાટો અપાતા લોકો જાણે કોરોના નથી તેમ સાવચેતી રાખ્યા વિના બિન્દાસ્ત ફરી રહ્યા છે. જેના લીધે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. જો કે હાલ તો કોરોનાના કેસો કાબુમાં આવે તો કંઈક થાય એમ છે. હવે તો કાળમૂખો કોરોના કયારે જશે ? તેની લોકો રાહ જોઈ રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો રાજયમાં હાલ કોરોનાના કેસો પ૦૦ને પાર નોંધાઈ રહ્યા છે. તેવામાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ પ૪૦ કેસો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જયારે એક દિવસમાં ર૭ દર્દીઓના મોત નીપજયા છે અને ૩૪૦ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજયમાં કોરોના પોઝિટિવનો કુલ આંક ર૬૧૯૮, મોતનો કુલ આંક ૧૬૧૯ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૧૮૧૬૭ પર પહોંચ્યો છે. રાજયમાં આજે કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદ ૩૧ર, સુરત ૯૩, વડોદરા ૪પ, મહેસાણા ૧ર, ગાંધીનગર ૯, જામનગર ૯, ભરૂચ ૯, પાટણ ૮, અરવલ્લી ૭, રાજકોટ પ, કચ્છ ૪, જૂનાગઢ ૪, નર્મદા ૪, વલસાડ ૩, ભાવનગર ર, સાબરકાંઠા ર, ખેડા ર, દાહોદ ર, સુરેન્દ્રનગર ર, બનાસકાંઠા ૧, મહિસાગર ૧, આણંદ ૧, પંચમહાલ ૧, છોટાઉદેપુર ૧ અને નવસારીમાં ૧ કેસ નોંધાયો હતો. રાજયમાં હાલ કોરોનાના કુલ એકિટવ કેસોની સંખ્યા ૬૪૧ર છે. જેમાંથી ૬૭ દર્દીઓની હાલત ગંભીર છે. જયારે ૬૩૪પ દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા ર૪ કલાકમાં અમદાવાદમાં-ર૧, સુરતમાં ૪, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ૧-૧ વ્યકિતઓના મૃતયુ નીપજયા છે. આમ ગુજરાતમાં કુલ ર૬,૧૯૮ કેસ નોંધાયા છ.ે જેમાં અમદાવાદમાં કુલ ૧૮,રપ૮ કેસ, ૧૮૯૬ મોત જયારે રાજકોટમાં ૧૭૭ કેસ, પાંચનાં મોત, સુરતમાં ર૯પ૪ કેસ અને ૧રરના મોત, વડોદરામાં ૧૭૭૦ કેસ ૪૭ મોત અને ભાવનગરમાં ૧૮૦ કેસ અને ૧૩ના મોત થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસો

જિલ્લો કેસ
અમદાવાદ ૩૧૨
સુરત ૯૩
વડોદરા ૪૫
મહેસાણા ૧૨
ગાંધીનગર ૦૯
જામનગર ૦૯
ભરૂચ ૦૯
પાટણ ૦૮
અરવલ્લી ૦૭
રાજકોટ ૦૫
કચ્છ ૦૪
જૂનાગઢ ૦૪
નર્મદા ૦૪
જિલ્લો કેસ
વલસાડ ૦૩
ભાવનગર ૦૨
સાબરકાંઠા ૦૨
ખેડા ૦૨
દાહોદ ૦૨
સુરેન્દ્રનગર ૦૨
બનાસકાંઠા ૦૧
મહિસાગર ૦૧
આણંદ ૦૧
પંચમહાલ ૦૧
છોટાઉદેપુર ૦૧
નવસારી ૦૧
કુલ ૫૪૦

છેલ્લા ર૪ કલાકમાં સાજા થયેલા દર્દીઓ

અમદાવાદ ૨૦૬
સુરત ૫૫
વડોદરા ૨૧
આણંદ ૦૮
ભરૂચ ૦૭
પંચમહાલ ૦૭
મહેસાણા ૦૬
ગાંધીનગર ૦૫
ખેડા ૦૫
સાબરકાંઠા ૦૪
પાટણ ૦૩
રાજકોટ ૦૩
ભાવનગર ૦૨
જામનગર ૦૨
જૂનાગઢ ૦૨
અરવલ્લી ૦૧
કચ્છ ૦૧
મોરબી ૦૧

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.