અમદાવાદ, તા.રર
આવતીકાલે રથયાત્રા છે ત્યારે શહેરમાં રથયાત્રા યોજાય તેને લઈને હાઈકોર્ટમાં અપીલ થઈ છે તેવામાં પોલીસ અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની કારને મંદિરની અંદર પ્રવેશવા દીધી ન હતી જેને પગલે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી નારાજ થયા હતા. રથયાત્રાનું જ્યાં આયોજન કરવામાં આવ્યું છે તે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરને અમદાવાદ પોલીસે કોર્ડન કરી લીધું છે. જમાલપુર દરવાજા તરફથી તેમજ જમાલપુર બ્રિજ તરફથી તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસે મંદિર પરિસરમાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની કારને જવા ન દેતા તેઓ નારાજ થઈને ચાલ્યા ગયા હતા. અમદાવાદ પોલીસે સવારે મંદિરમાં આવનાર ગાડીઓનું લિસ્ટ માંગ્યું હોવાની વાત સામે આવી છે.