Sports

પ્રતિબંધ યથાવત્‌ રહેશે અને વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ પણ થશે : ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી

નવી દિલ્હી, તા.ર૪
કોરોના વાયરસના કારણે ત્રણ મહિના પછી ઈન્ટરનેશનલ ક્રિકેટની ઈંગ્લેન્ડથી વાપસી થઈ રહી છે. અહીં ૮ જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝ-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની પહેલી મેચ રમવામાં આવશે. આ વચ્ચે ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ક્રિકેટ બોલથી કોરોના સંક્રમણના જોખમ વિશે વાત કરી. તેમણે કહ્યું, ક્રિકેટ પર લાગેલા પ્રતિબંધ હટાવવામાં નહીં આવે. પરંતુ તેની સીરિઝ પર કોઈ અસર થશે નહીં.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ કોરોનાને કારણે બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, ટેસ્ટમાં કોરોના કન્કશન (સબસ્ટિટ્યૂટ)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. મેચ દરમિયાન હાથ ન મિલાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી અનેક ગાઈડલાઇન્સ ૈંઝ્રઝ્રએ રિલીઝ કરી છે. બોરિસ જોનસને મીડિયાને કહ્યું, ‘ક્રિકેટની સમસ્યા એ છે કે, દરેક સમજે છે કે બોલથી નેચરલ રીતે બીમારી ફેલાવવાનો ખતરો છે. મેં આ વિશે ઘણી વખત વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે. આ ક્ષણે, અમે કોવિડ-૧૯થી ક્રિકેટને સુરક્ષિત રાખવા માટે વધુ કામ કરી રહ્યા છીએ. હજી સુધી અમે કોઈ ગાઈડલાઈન્સ બદલી નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
Sports

આગામી વર્ષે અનેક સિનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટની જાહેરાત કરી શકે છેઅશ્વિન તો બસ એક શુરૂઆત હૈ આગે આગે દેખો હોતા હૈ કયા

પુજારા-રહાણેની અવગણના બાદ અશ્વિનનો…
Read more
Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજથી પ્રારંભગાબા ટેસ્ટ જીતવા બંને ટીમો મરણિયો પ્રયાસ કરશે

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલેન્ડના…
Read more
Sports

‘હમ ભી કિસી સે કમ નહીં’ મો.સિરાજની કુલ નેટવર્થ પ૭ કરોડ રૂપિયા

એક મહિનાની કમાણી ૬૦ લાખ રૂપિયા નવ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.