(એજન્સી) તા.૨૪
ન્યૂ મેક્સિકો શહેરની સેન્ટા ફે સિટીમાં ભારતીયની વિરૂદ્ધ હેટ ક્રાઈમનો મામલો બન્યો હતો. મંગળવારે અહીં કેટલાક લોકો ઈન્ડિયા પેલેસ રેસ્ટોરન્ટમાં ઘૂસ્યા અને તેઓએ એકાએક તોડફોડ કરી, આ દરમિયાન હુમલાખોરોએ ભગવાનની મૂર્તિઓ પણ તોડી નાખી. પછીથી દીવાલ પર નફરત ફેલાવનારા સૂત્રો લખવામાં આવ્યા હતા.
રેસ્ટોરન્ટના માલિક બલજીત સિંહના જણાવ્યા મુજબ કિચન અને સર્વિગ એરિયાને ખૂબ નુકસાન પહોંચ્યું છે. બલજીતના જણાવ્યા મુજબ તેમને ૧ લાખ ડોલર (લગભગ ૭૫ લાખ રૂપિયા)નું નુકસાન થયું છે. લોકલ પોલીસ અને ફેડરલ ઈન્વેસ્ટીગેશન બ્યુરો (હ્લમ્ૈં) ઘટનાની તપાસ કરી રહી છે.
અમેરિકામાં શીખ સંગઠન શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફન્ડે ઘટનાની નિંદા કરી છે. સાલડેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કિરણકૌર ગિલે કહ્યું, આ પ્રકારની નફરત અને હિંસા ઠીક નથી. તમામ અમેરિકનોની સુરક્ષા નક્કી કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી જોઈએ. સેન્ટા ફેમાં રહેનાર શીખ લોકોના જણાવ્યા મુજબ આ શાંત વિસ્તાર છે અહીં ૧૯૬૦થી શીખ સમુદાયના લોકો રહી રહ્યા છે. આ પ્રકારની ઘટના અગાઉ ક્યારેય થઈ નથી. થોડા દિવસો પહેલાં સેન્ટા ફેમાં અશ્વેત સમર્થકોએ સ્પેનિશ શાસકોની મૂર્તિઓ પણ હટાવી દીધી હતી. પછીથી અહીં હેટ ક્રાઈમ વધી ગયો. ૨૯ એપ્રિલે કોલોરાડોના લેકવુડમાં શીખ લખવંતસિંહ પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેણે લખવંતને પોતાના દેશમાં પરત જતા રહેવા કહ્યું હતું. આરોપીનું નામ એરિક બ્રીમેન છે અત્યાર સુધીમાં તેની વિરૂદ્ધ હેટ ક્રાઈમનો મામલો નોંધાયો નથી.