ભાવનગર, તા.૨૫
ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિ-દિન વધી રહ્યું છે. ભાવનગરમાં એક પણ દિવસ એવો રહ્યો નથી કે નવા પોઝિટિવ કેસોનો ઉમેરાયા હોય. અનલોક -૦૧માં મોટાભાગની છુટછાટની સાથે જ આંતર જિલ્લા પ્રવાસની છુટછાટ પણ મળી છે. ત્યારે અમદાવાદથી-સુરત- મુંબઇથી ભાવનગર આવેલા વ્યક્તિઓમાં કોરોના વાયરસને નાથવા માટે વહિવટી તંત્ર, આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી થઇ રહી છે. અને સાજા થવાનો રેસીયો ખૂબ જ ઉંચો છે. જ્યારે ભાવનગરમાં બે વધુ કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોનો ઉમેરો થતાં પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧૦ પર પહોંચી છે. ભાવનગરમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહેતા વધુ બે પોઝિટિવ કેસોનો ઉમેરો થયો છે. જેમાં ભાવનગરમાં રહેતા રાજેન્દ્રભાઇ ભરતસિંહ ડાયમાં ઉ.વ.૨૫ હિરાનાં કારખાનામાં કામ કરે છે. તેમને માથું દુઃખવાની સાથે તાવ આવતાં તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે સર.ટી. હોસ્પિટલનાં આઇશોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તદ્ઉપરાંત સર.ટી. હોસ્પિટલનાં કેમ્પસમાં રહેતા અને સર.ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.રોશન વાલ્મી ઉ.વ.૨૫ કોક્ટર વાલમી અમદાવાદ ખાતે કોરોન્ટાઇન હતા. દરમિયાનમાં ભાવનગર આવ્યા બાદ તેમનાં કોરોના વાયરસનાં સેમ્પલ લેવામાં આવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.