(એજન્સી) તા.૨૫
ચાલુ વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ આશરે ૫ વાગ્યે સાંજે મૌલાના તાહીર મદનીએ પોલીસ વતી નાગરિકતા સુધારા કાયદા(સીએએ) તથા પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન(એનઆરસી) વિરુદ્ધ ધારદાર દેખાવોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે દેખાવકારોને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. જો કે, તેના ૨૪ કલાક પછી જ મૌલાના તાહીર મદની સામે જ આવા જ દેખાવોનું આયોજન કરવાનો આરોમ મૂકી દેવાયો અને રાજદ્રોહના આરોપમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા દેખાવોથી પ્રેરાઈને જ યુપીના આઝમગઢના બિલાયરિયાગંજ વિસ્તારમાં પણ સતત ૨૪ કલાક માટે ધરણાંપ્રદર્શન અને દેખાવોની શરૂઆત કરવામાં આવી હતી.
આ જ રીતે દેશભરના જુદા-જુદા શહેરોમાં મોટાપાયે સતત ૨૪ કલાક દેખાવો કરવામાં આવ્યા હતા અને આ દેખાવોનું નેતૃત્વ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ લોકો સીએએ અને પ્રસ્તાવિત એનઆરસીને રદ કરવાની માગ કરી રહ્યા હતા.
તે સમયે રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલના મહાસચિવ મૌલાના મદની જ્યારે આઝમગઢથી આશરે ૧૫ કિ.મી.ના જ અંતરે આવેલા બિલારિયાગંજની મુલાકાતે આવ્યા હતા. તે સમયે સવારે દેખાવો થવાની શરૂઆત થઈ હતી. આ મામલે તે કહે છે કે મને પોલીસ તથા જિલ્લા કલેક્ટર દ્વારા બપોરના સમયે કોલ કરાયા હતા. તેઓએ વિનંતી કરી હતી કે હું દેખાવકારોએ આ દેખાવો પાછા ખેંચી લેવા અપીલ કરૂં.
આ વિનંતીને પગલે જ હું ૪ ફેબ્રુઆરીએ ધરણાં સ્થળે પહોંચ્યો હતો અને મહિલા દેખાવકારોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ ઈનકાર કરી દીધો હતો. તેઓએ કહ્યું હતું કે, આ શાંતિપૂર્ણ દેખાવો છે અને કોઈ રસ્તા બ્લોક કરાયા નથી. મદનીને કહી દેવાયું કે આ અમારો લોકતાંત્રિક અધિકાર છે. જો કે, જ્યારે દેખાવકારો માન્યા નહીં તો વધારે અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને આ દરમિયાન મેં વધુ એકવાર તેઓને શાંત કરવા પ્રયાસ કર્યો. આ દરમિયાન ધરપકડનો દોર શરૂ થયો અને બે યુવાઓ સાથે મારી પણ ધરપકડ કરી લેવામાં આવી.