(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૫
ગુરૂવારે ગુજરાત હાઈકોર્ટે તા.૮ મેના રોજ લોકડાઉન દરમિયાન શાહપુર વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓને જામીન આપ્યા હતા.
નઝર હુસેન કાગદી, નશીરખાન પઠાણ, મોહમ્મદ આસિફ શેખ અને નરીઝ અહેમદ શેખને જામીન આપતી વખતે જસ્ટીસ ગીતા ગોપીએ નિરીક્ષણ કર્યું હતું કે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં આ આરોપીઓની કોઈ ખાસ ભૂમિકાને જવાબદાર નથી. કોર્ટે વધુમાં નોંધ્યું છે કે, “પોલીસ કર્મચારીમાંથી કોઈપણને ઇનડોર હોસ્પિટલમાં દાખલ થવા માટે કોઇપણ પ્રકારની ઇજા પહોંચી હોવાનું બતાવવા માટે રેકોર્ડ પર કંઈ નથી. આ કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતા, આ અદાલત આ યોગ્ય કેસ છે કે જ્યાં અરજદારોની તરફેણમાં સમજદારીનો ઉપયોગ કરી શકાય.
આ કેસમાં પોલીસે પથ્થરમારાની ઘટના બાદ ધરપકડ કરાયેલા ૨૮ વ્યક્તિઓ સામે હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. અન્ય આરોપોમાં આઇપીસીની કલમ ૧૨૦ બી હેઠળ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ રોગચાળા રોગ અધિનિયમ હેઠળ ગુનાહિત કાવતરાનો ગુનો નોંધ્યો છે.
હાઈકોર્ટને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આરોપી પૈકીના એક, નશીરખાન પઠાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી છે અને તે કોવિડ -૧૯ રોગચાળો સામે લડવાની ટીમનો સભ્ય હતો. તેથી, તે સ્થળ પર તેની હાજરી સ્વાભાવિક હતી અને એફઆઈઆરમાં પણ તેમની કોઈ સ્પષ્ટ ભૂમિકા ગણાવી નથી. એફઆઈઆરમાં ૨ હજાર લોકોનું ટોળું દર્શાવ્યું હતું અને આમાંથી કોઈ પણ આરોપીની ભૂમિકા વિશે સ્પષ્ટતા કરાઈ નથી.