(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૬
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ ૧પ૦ પાયલોટોને શંકાસ્પદ લાયસન્સના કારણે ફરજ મોકૂફ કર્યા હતા. કરાંચી વિમાન અકસ્માત અંગેના સંસદીય તપાસના અહેવાલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તપાસ અહેવાલમાં ૯૭ મુસાફરોનો ભોગ લેનારા પાયલોટ અને એર ટ્રાફિક કન્ટ્રોલને જવાબદાર ઠેરવ્યા હતા. ૧પ્૦ પાયલોટોને ફરજ મોકૂફ કરાતા પાકિસ્તાન એરલાઈન્સની અનેક ઉડાનોને અસર થશે, એમ રાષ્ટ્રીય એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું. નકલી ડિગ્રીના કારણે છ વિમાન ચાલકોને બરતરફ કરવામાં આવ્યા હતા. પીઆઈઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક વાર લાયસન્સની ચકાસણી થઈ ગયા બાદ પાયલોટોને ફરજ પર પરત લેવામાં આવશે. નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે બાકીના લાયસન્સોની યાદી મંગાવવામાં આવી છે. આ મામલે અહેવાલ પણ તૈયાર કરાશે.