(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
એશિયામાં ચીનની દાદાગીરી સામે અમેરિકાએ આકરું વલણ અપનાવ્યું છે. અમેરિકાએ યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત જર્મનીથી થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા જર્મનીમાં તૈનાત ૫૨૦૦૦ અમેરિકન સૈનિકોમાંથી ૯,૫૦૦ સૈનિકો એશિયામાં તૈનાત કરશે. અમેરિકા આ પગલુ એવા સમયે ઉઠાવી રહ્યું છે જ્યારે ભારતમાં પૂર્વ લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ (એલએસી) ની બાજુમાં ચીને ભારતમાં તંગ પરિસ્થિતિ સર્જી છે, બીજી તરફ વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સાઉથ ચાઇના સીમાં એક ખતરો બનેલો છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનને ભારત અને દક્ષિણપૂર્વ એશિયા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ચીન તરફથી ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા એશિયન દેશોને વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ વિશ્વભરમાં તેના સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરી કરીને તેમને એવી રીતે તૈનાત કરી રહ્યું છે કે તેઓ જરૂર પડવા પર પીપુલ્સ લિબરેશન આર્મી (ચીનની સેના) નો મુકાબલો કરી શકે. પોમ્પિયોએ જર્મન માર્શલ ફંડના વર્ચ્યુઅલ બ્રસેલ્સ ફોરમ ૨૦૨૦માં ના સવાલના જવાબમાં આ કહ્યું. પોમ્પિયોએ કહ્યું કે અમે નક્કી કરીશું કે અમારી તૈનાતી એવી હોવી જોઈએ કે પીએલએનો સામનો કરી શકે. અમને લાગે છે કે આ અમારા સમયનો પડકાર છે અને અમે ખાતરી કરીશું કે અમારી પાસે તેને ઉકેલવા માટે તમામ સંસાધન યોગ્ય જગ્યા પર ઉપલબ્ધ હોય. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશો પર સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ યોજના અંતર્ગત અમેરિકા, જર્મનીમાં સૈન્યની સંખ્યા ૫૨ હજારથી ઘટાડીને ૨૫ હજાર કરી રહ્યા છે. પોમ્પિયોએ કહ્યું કે સૈન્યની તૈનાતી જમીની વાસ્તવિકતા પર આધારિત હશે. તેમણે કહ્યું કે કેટલીક જગ્યાએ અમેરિકન સંસાધનો ઓછા રહેશે. કેટલાંક અન્ય જગ્યાઓ પર રહેશે. મેં હમણાં જ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ખતરાની વાત કરી છે, તેથી હવે ભારતને ખતરો છે, વિયેતનામ ને ખતરો છે, મલેશિયા, ઇન્ડોનેશિયાને ખતરો છે, દક્ષિણ ચીન સમુદ્રની સામે પડકારો છે. યુ.એસ.એ જોખમોને જોયા છે અને સાયબર, ઇન્ટેલિજન્સ અને સૈન્ય જેવા સંસાધનો કેવી રીતે વહેંચવા તે સમજ્યા છે.
સરહદે ચીન સાથે તણાવ વચ્ચે લેહમાં ભારતીય સેના-વાયુસેનાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ
ચીન સાથે સરહદે ચાલી રહેલી ભયંકર તંગદીલી વચ્ચે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાએ લેહમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો. આ યુદ્ધાભ્યાસમાં ફાઈટર જેટ્સ અને ટ્રંસપોર્ટ વિમાનોને શામેલ કરવામાં આવ્હા છે. યુદ્ધાભ્યાસનો હેતુ બંને સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો હતો. આ યુદ્ધાભ્યાસમાં સુખોઈ ફાઈટર જેટ્સ અને અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા દુનિયાના સૌથી અધ્યતન એવા ચિનૂક હેલિકોપ્ટર શામેલ કરવામાં આવ્યા હતાં. ભારતીય સેના ચીન સાથેના વર્તમાન ગતિરોધના કારણે લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પર રક્ષા કવચને લઈ સહેજ પણ બાંધછોડ કરવા માંગતી નથી. વર્તમાનમાં ગલવાન ખીણ, પૈંગોગ લેક અને દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ચીની સૈન્યની હાજરી અગાઉ જેવી જ છે. જેથી ભારત કોઈ પણ સ્તરે પોતાની તૈનાતી ઓછી કરવા કે તેમાં કચાસ રાખવા નથી માંગતુ. લદ્દાખના લેહ વિસ્તારમાં ભારતીય સેના અને વાયુ સેનાના મોટો યુદ્ધાભ્યાસમાં ભારતીય સેનાના સુખોઇ-૩૦ એમકેઆઇ અત્યાધુનિક લડાકુ વિમાન ભાગ લઇ રહ્યા છે. સાથે જ સેનાની રાસન સહિતની સામગ્રી અને સૈનિકોને ઝડપથી એક જગ્યેથી બીજી જગ્યાએ લઇ જવા માટે હરકયુલીસ અને અલગ અલગ માલવાહક વિમાન પણ ભાગ લઇ રહ્યા છે. આ યુદ્ધાભ્યાસમાં ચીનુક હેલીકૉપટર, MI-17 હેલીકોપટરે પણ ભાગ લીધો હતો. યુદ્ધાભ્યાસ દરમ્યાન સુખોઇ -૩૦એ આકાશમાં ઘેરો બનાવ્યો, ત્યારબાદ, સેનાના માલવાહક વિમાન રાશન સહીત ટોપ, સૈનિકોને એક જગ્યેથી બીજી જગ્યાએ લઇ જવાનું કોર્ડિનેશન બતાવ્યું હતું.
5