પાલનપુર, તા.ર૬
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે જ્યાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું. પાલનપુરના વ્યક્તિએ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં શહેરભરમાં ફફડાટ પ્રસરી ગયો હતો. દરમિયાન જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક નવ થયો છે. જ્યારે પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૭૦એ પહોંચી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. એક પછી એક કેસ વધતાં લોકોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. જ્યાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું. પાલનપુરના વ્યક્તિએ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં શહેરભરમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મનિષ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુરના છુવારા ફળી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનો બે દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમને પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું મોત નિપજ્યું હતું તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.