Site icon Gujarat Today

રાજ્યમાં ૧ જુલાઈથી ટયુશનના વર્ગો શરૂ કરવા ટયુશન કલાસના સંચાલકોની સરકારને ચીમકી

અમદાવાદ,તા.ર૬
ગુજરાતમાં લોકડાઉનમાં સામાન્ય વ્યકિતની સ્થિતિને નજર અંદાજ કરી ફી માંગતી શાળાઓ બાદ હવે ખાનગી ટયુશન કરી સ્કૂલોની સમકક્ષ શિક્ષણની ખોલી દેનારા ટયુશન કલાસના સંચાલકોએ ગુજરાત સરકાર સમક્ષ વિવિધ માગણીઓ મુકી છે. આ સાથે એવી ચીમકી પણ આપી છે કે જો સરકાર અમને ખોલવાની મંજૂરી નહીં આપે તો સામે ૧ જુલાઈથી ટયુશન કલાસ ખોલીા નાખી શું. રાજયભરમાં ટયુશન કલાસની હાટડીઓ શરૂ થયેલી છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે છેલ્લા ત્રણ મહિનાથી સરકારે ટયુશન કલાસને બંધ રાખવાનો આદેશ કર્યો છે. તેથી આ સંચાલકો અકળાયા છે હવે તો તેમનું સંગઠન બની ચુકયું છે. ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિએશનના નામે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાના સંક્રમણના સમયમાં બીજા ઉદ્યોગ ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે ત્યારે ટયુશન કલાસને પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે જો કે સરકારે ફરી એકવાર એવું કહ્યું છે કે હજી સ્કૂલો ખોલવાની મંજૂરી નથી ત્યારે ટયુશન કલાસ ખોલવાની મંજૂરી કેવી રીતે આપી શકીએ. આ અંગે સરકારે સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.
ત્રણ મહિનાથી બંધ ટયુશન કલાસ શરૂ કરવા મંજૂરી માગનાર ફેડરેશનને વિદ્યાર્થીઓના ભાવિ પર અસર થઈ રહી હોવાનો દાવો આગળ ધર્યો છે. જયારે બીજી તરફ ટયુશન કલાસવાળા ટયુશન ફી માટે કલાસ ચાલુ કરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જે ફેડરેશન દ્વારા મંજૂરી માગવામાં આવી છે તેમાં ૧પ૦૦૦થી વધુ સંચાલકો સભ્યો છે એકલા અમદાવાદમાં જ ૪પ૦૦ જેટલા સભ્યો છે. ટયુશન કલાસ બંધ હોવાથી આ સંચાલકોની હાલની આવક શૂન્ય છે. વળી ટયુશન કલાસ શરૂ થયા વિના ફી ચુકવી શકે તેમ નથી. ત્યારે શું કરવું ? જો કે કેટલાક સંચાલકોએ સ્કૂલોની જેમ ટયુશન કલાસ પણ ઓનલાઈન શરૂ કર્યો છે પરંતુ વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મળ્યો નથી. આ ફેડરેશને એવી પણ રજૂઆત કરી હતી કે તમામ વર્ગની મંજૂરી ન મળે તો માત્ર ધોરણ-૧૦-૧રના ટયુશન વર્ગો ખોલવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે કોરોના સંક્રમણ રોકવાના તમામ નિયમોનું પાલન કરાશે તેવી પણ બાંહેધરી આપવા તૈયારી બતાવી છે જો સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નહી લે તો ૧ જુલાઈથી જાતે જ કલાસીસ ખોલી કાઢશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Exit mobile version