Site icon Gujarat Today

સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાંખનાર તામિલનાડુના પિતા-પુત્રના ‘કસ્ટોડિયલ ડેથ’નો સમગ્ર ઘટનાક્રમ

ચેન્નાઇ, તા.ર૭
દક્ષિણ તામિલનાડુના સત્તાનકુલમ ખાતે પોલીસને જીવલેણ હુમલા બાદ મોતને ભેટેલા જયરાજ અને બેનિક્સના મોત બાદ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની યથાર્થતા વિશે આશંકાઓ ઊભી થઇ છે કેમ કે, કોર્ટે આ હુમલો કરનાર પોલીસોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે જેથી કરીને બહુ મોડું થઈ જાય તે પહેલાં પોલીસની ક્રૂરતા ખુલ્લી પાડી શકાય અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલી શકાય સત્તાનકુલમના મેજિસ્ટ્રેટ દ્વારા અપાયેલા રિમાન્ડ ઓર્ડર અને ઓર્ડર આપતાં પહેલાં શારીરિક ચકાસણી થઇ હતી કે કેમ તે પ્રશ્ન હાલ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. કસ્ટડીમાં મોકલી આપવા મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓને હાજર કરાય તે પહેલાં તૈયાર થયેલા મેડિકલ રિપોર્ટ અંગે પણ અનેક આશંકાઓ જન્મી છે. તે ઉપરાંત નવા કેદીઓ જેલમાં આવે તે પહેલાં તેઓના ઘા ની ગંભીરતાને જોતાં કોવિલપટ્ટી સબ-જેલના જેલરના હૃદયમાં કોઇ સંવેદના જાગી હતી કે, કેમ તે અંગેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
જયરાજ અને બેનિક્સના સંપર્કમાં આવેલાં જેલના કેટલાંક અધિકારીઓ અને ડોક્ટરોની સાથે વાત કર્યા બાદ અમે તેઓના મોત પહેલાં શું શું બન્યું હતું તે તમામ ઘટના અને બનાવોની એક હારમાળા અમે તૈયાર કરી છે.
જ્યારે કિલપટ્ટીની સબ-જેલ ખાતે ડોક્ટરોએ જયરાજ અને બેનિક્સની શારીરિક ચકાસણી કરી ત્યારે તેઓનો પ્રત્યાઘાત મૂંઝવણ અને આઘાત એમ બંનેથી મિશ્રિત હતો. બંનેને પીઠના ભાગે ખૂબ ગંભીર ઇજાઓ થઇ હતી પરંતુ તેઓના ચહેરાના હાવભાવ ઉપરથી તેઓના આઘાત વિશે થોડું ઓછું જાણી શકાયું હતું, કેમ કે, જયરાજ અને બેનિક્સ કોવિલપટ્ટીની સબજેલની પોતાની કોટડીમાંથી ડોક્ટરના રૂમ સુધી પગે ચાલીને આવ્યા હતા. આ બંને આરોપીઓને શનિવારથી જેલમાં રખાયા હતા. જો કે, જયરાજના ઘૂંટણ ખૂબ સુજી ગયેલા દેખાતા હતા.
સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે સબજેલમાં કરાયેલી તબીબી ચકાસણી વખતે હાજર રહેલાં લોકોએ કહ્યું હતું કે, આ પિતા-પુત્રના શરીર ઉપર આટલા ગંભીર ઘા પડ્યા હતા તો તેઓ સામાન્ય સ્થિતિમાં કેવી રીતે હોઇ શકે? ત્યારબાદ મેડિકલ ચેકઅપ કરનાર ડોક્ટરે સત્તાલકુલમ સરકારી હોસ્પિટલમાંથી પોલીસ દ્વારા પ્રાપ્ત મેડિકલ સર્ટિફિકેટ ચકાસ્યું હતું જેથી કરીને તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકાય. મેડિકલ રિપોર્ટમાં આરોપીઓના ઘાને કોઇ ચીજવસ્તુ સાથે ઘસાવાથી થયેલા ઘા એમ દશાવવામાં આવ્યું હતું જેની સાથે કોવિલપટ્ટી સબજેલમાં હાજર ડોક્ટર સહેજપણ સંમત નહોતા, તેથી તેમણે તાત્કાલિક સરકારી હોસ્પિટલના રિપોર્ટમાં મૂકાયેલી રિમાર્કને બદલીને પીઠના નીચેના ભાગે અને થાપાની વચ્ચે સંખ્યાબંધ ફટકા પડવાથી થયેલી ઇજા એવી રિમાર્ક લખી દીધી હતી.
જેલની અંદર કેદીઓનું મેડિકલ ચેકઅપ કરનાર ડોક્ટરો સામાન્ય રીતે હાઇપરસેન્સિટિવ અને ડાયાબિટીસના દર્દીઓ બાબતે ખૂબ જ કાળજી રાખતા હોય છે. બેનિક્સને હાઇ બ્લડપ્રેશરની બિમારી હતી જ્યારે તેના પિતા જયરાજને ડાયાબિટીસની તકલીફ હતી. ડોકટરે એવી પણ ખાતરી કરી હતી કે તેઓની પાસે જરૂરી ટેબ્લેટ છે કે, નહીં. ત્યારબાદ દર્દીને આઘાત લાગ્યો છે તેને જોતાં ડોક્ટરે કેટલીક દવાઓ લખી આપી હતી. જયરાજ ડાયાબિટીસનો દર્દી હોવાથી તેને તેના ઘાનું ડ્રેસિંગ કરાવવા નજીકની જનરલ હોસ્પિટલની મુલાકત લેવાની પણ સલાહ આપી હતી. ડોક્ટરેએ વાતની પણ વિશેષ નોંધ લીધી હતી કે, બંને આરોપીઓના ઘાનું ડ્રેસિંગ કરાવતી વખતે પરૂ જામી જવાની શરૂઆત થઇ ગઇ હતી. સોમવારે સાંજે ૭-૩૦ કલાકે ડોક્ટરને બેનિક્સની સ્થિતિ જણાવતો એક કોલ જેલ સત્તાવાળાઓ તરફથી મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેને ખુબ જ પરસેવો અને ગભરામણ થઇ રહી છે અને તે હૃદયમાં દુખાવો થવાની ફરિયાદ કરે છે. બેનિક્સને એક ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઇ જવાયો પરંતુ થોડી જ વારમાં હોસ્પિટલમાંથી જેલ સત્તાવાળોએને એક ફોન મળ્યો જેમાં બેનિક્સનું મોત થયું હોવાનું જણાવાયું હતું.
કોવિલપટ્ટી સબજેલની કોટડીમાં રહેલાં પિતાને તેના પુત્રના મોતના સમાચાર આપવા જ્યારે પોલીસ ગઇ ત્યારે જયરાજનું આખું શરીર તાવથી ધખતું હતું. જેલ સત્તાવાળાઓ રાત્રે ૧૦-૩૦ કલાકે તેને પણ હોસ્પિટલ લઇ ગયા હતા. જયરાજને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે, નહીં તે સુનિશ્ચિત કરવા પોલીસે તેનો રિપોર્ટ કઢાવવાનું પણ નક્કી કર્યું હતું, પરંતુ મંગળવારે સવારે ૫-૩૦ કલાકે જયરાજનું પણ મોત નિપજી ચૂક્યું હતું.

Exit mobile version