(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
શહેરના કારંજ વિસ્તારમાં જુગારધામ ઉપર પીસીબીએ દરોડા પાડી નવ જુગારીઓને ઝડપી પાડી રૂા.૧.૩ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પીસીબીનો સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે યુસુફખાન ઉર્ફે લપલપના કારંજ સ્થિત મકાનમાં જુગારધામ ચાલે છે એટલે બાતમીના આધારે પીસીબીની ટીમે કારંજમાં રેઈડ પાડી યુસુફખાન ઉર્ફે લપલપ પઠાણ, અબ્દુલ રહેમાન શેખ, શકીલ અહેમદ શેખ, દશરથ પરમાર, શેખરઆલમ રાજપૂત, સૈયદઅલી સૈયદ, મહંમદહુસૈન શેખ, મહેબૂબ બરીવાલા, રફીક રંગરેજને જુગાર રમતા પકડી પાડયા હતા. તેમની પાસેથી જુગારના રૂા.૧.ર૪ લાખ, સાત મોબાઈલ સહિત રૂા.૧.૩ર લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.