Site icon Gujarat Today

સરખેજ વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર નફીસાબેન અન્સારીને કોરોના થયો

અમદાવાદ, તા.ર૭
કોરોનાની મહામારીમાં પ્રજાની સેવા કરતાં કરતાં ઘણા સેવકો પણ કોરોનાના ભરડામાં સપડાઈ ચૂકયા છે. જે પૈકી કેટલાક મોતને ભેટયા છે તો કેટલાક કોરોના સામેની જંગ જીતી પુનઃ પ્રજા સેવામાં લાગી ગયા છે. સરખેજ વોર્ડના કોંગ્રેસના મ્યુનિ. કાઉન્સિલર નફીસાબેન અન્સારીને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ આમેનાખાતુન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. નફીસાબેન અન્સારી લોકડાઉન થયા છતાં ઘરે બેસી રહેવાને બદલે પ્રજાની સેવામાં સતત હાજર રહ્યા હતા.

Exit mobile version