પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રોજેરોજ વિવિધ શહેર જિલ્લા અને તાલુકામાં દેખાવો યોજાઈ રહ્યા છે. શનિવારે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખ શશીકાંત પટેલની આગેવાનીમાં દેખાવો યોજ્યા હતા. જેમાં દાણીલીમડા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલરો શહેઝાદખાન પઠાણ, મુન્નાભાઈ સુમરા, રમીલાબેન પરમાર, જમનાબેન વેગડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોએ પ્લેકાર્ડ દર્શાવી બાઈકની સ્મશાનયાત્રા કાઢી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આ દેખાવકારોના હાથમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી જેમાં એક પ્લેકાર્ડ જનતાથી નહીં ચીનથી બદલો લો તે ખૂબ સૂચક હતું.