મોડાસા, તા.ર
મોડાસા શહેરની રામપાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા નારાયણભાઈ શીવાભાઈ ચૌહાણને તેમના વેવાઇના લીધે સંપર્કમાં આવેલા ભગત તરીકે જાણીતા બાયડ બળિયાદેવના અને નરોડાની વ્યાસવાડી સામે રહેતા રાજુભાઈ ડાહ્યાભાઈ પારેખે પ્રશાંત ભાઈ નામના શખ્સ સાથે મળી તેમના પુત્રને ઓએનજીસીમાં ઊંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપતાં વિશ્વાસમાં આવી ગયેલા નારાયણભાઈએ તેમના મિત્ર મુકેશભાઈ મગનભાઈ પ્રજાપતિને તેમના પુત્રને પણ ઓએનજીસીમાં નોકરી અંગે વાત કરી હતી ત્યારબાદ નારાયણભાઈ શીવાભાઈ ચૌહાણે તેમના પુત્ર માટે ૯ લાખ રૂપિયા અને મુકેશભાઈ મગનભાઈ પ્રજાપતિએ તેમના પુત્રની નોકરી માટે ૮ લાખ રૂપિયા દોઢ વર્ષ અગાઉ રાજુભાઈ ડાહ્યાભાઈ પારેખ અને પ્રશાંતભાઈ નામના શખ્સને આપ્યા હતા ૧૭ લાખ રૂપિયા પડાવી લીધા બાદ બંને શખ્સો ઓએનજીસીમાં બંને યુવકોને નોકરી ક્યારે મળશે તે અંગે વારંવાર ગલ્લાં-તલ્લાં કરતાં અને રૂપિયા પણ પરત ન આપતા બંને પરિવારના મોભીઓ તેમનાં પુત્રોને ઓએનજીસીમાં નોકરી અપાવવા જતા આબાદ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં આખરે બંને શખ્સોને પાઠ ભણાવવા પોલીસીનું શરણ લીધું હતું. મોડાસા ટાઉન પોલીસે નારાયણભાઈ શીવાભાઈ ચૌહાણ (રહે, રામપાર્ક સોસાયટી, મોડાસા)ની ફરિયાદના આધારે રાજુભાઈ ડાહ્યાભાઈ પારેખ (રહે, મૂળ બળીયાદેવ, બાયડ. હાલ રહે, ડાહ્યાભાઈ પાર્ક, વ્યાસવાડીની સામે, નરોડા-અમદાવાદ)અને પ્રશાંતભાઈ નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.