ભાવનગર, તા.ર
ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે આજે સવારે ગ્રામ્ય પંથકમાં બે કેસ આવ્યા બાદ બપોરે ભાવનગર શહેરમાં વધુ સાત પોઝિટિવ કેસ આવ્યા છે. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પુજા ફલેટની બાજુમાં રહેતા ડૉ.સુભાષ દત્તાત્રાયા તેલંગ (ઉ.વ.૬૬) તબિયત બગડતાં ખાનગી લેબમાં સેમ્પલ લેવામાં આવેલ, કુંભારવાડા માઢિયા રોડ પર રહેતા અને પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતા સવજીભાઈ કેશવભાઈ ઝાંઝમેરા (ઉ.વ.૫૨) તબિયત બગડતાં યુ.એસ.સી. કુંભારવાડા ખાતે સેમ્પલ લેવામાં આવેલ, ચિત્રા, સીદસર રોડ માધવાનંદ-રમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કરણભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉ.વ.૪૩) તબિયત બગડતાં તબીબની સલાહ લીધી કોઈ સુધારો ન થતાં સર ટી.હોસ્પિટલમાં દાખલ થયેલ, હિલ ડ્રાઈવ ફુલવાડી ચોક, પ્લોટ નં.૨૨૧૪/બી/સી-૧માં રહેતાં અને અગાઉ પોઝિટિવ આવેલના સંપર્કમાં રહેલ કેવટ જયંતીકુમાર વાનાણી (ઉ.વ.૩૭) ખાનગી લેબમાં સેમ્પલ લેવામાં આવેલ, નારી ગામે અમરશીભાઈ ગણેશભાઈ ડોંડા (ઉ.વ.૭૨) તબિયત બગડતાં તબીબની સલાહ લીધી અને સર ટી. હોસ્પિટલમાં દાખલ થયેલ, અનંતવાડી અજય સોસાયટીમાં રહેતાં અને ચોગઠ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ તુલસીભાઈ યાદવ (ઉ.વ.૩૨) તબિયત બગડતાં બોરતળાવ યુએસસી ખાતે સેમ્પલ લેવામાં આવેલ, નવી સિંધુનગર, રામાપીર મંદિર પાસે રહેતા ગોરમલ દાદુમલ રામરખીયાણી અને શાકભાજીના વેપારી (ઉ.વ.૬૪) તબિયત બગડતાં તબીબની સલાહ લઈને સર ટી.હોસ્પિટલમાં દાખલ થયેલ તમામ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આજના નવ કેસ સાથે ભાવનગર જિલ્લાનો કુલ આંક વધીને ૨૮૦ થવા પામ્યો છે.