સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૬
વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો વિલિંગ્ડન ડેમ છલકાઈ ગયો છે અને ઓવરફ્લો થઈ રહ્યો છે. જૂનાગઢ શહેરની જનતાને માટે ફરવાલાયક સ્થળ ગણાતું અને જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે તેવાં વિલિંગ્ડન ડેમે તહેવારો દરમ્યાન લોકોની સતત અવર-જવર રહેતી હોય અને પકૃતિનો ખજાનો તેમજ ડેમની સહેલગાહે આવે છે. ગઈકાલે જૂનાગઢ અને સોરઠ પંથકમાં અનરાધાર મેઘવર્ષા થઈ હતી. વરસાદ પડી જતાં વિલિંગ્ડન ડેમ છલકાઈ ગયો છે. જેને લઈને લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અડધા જૂનાગઢ શહેરમાં પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.