(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
આજે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા સર્ક્યુલર બહાર પાડી જાણ કરવામાં આવેલ છે કે ગુજરાત હાઇકોર્ટ તારીખ ૮,૯ અને ૧૦ જુલાઈ એમ ૩ દિવસ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય સેતુ એપના આધારે હાઇકોર્ટનો પત્ર લખી જાણ કરવામાં આવી હતી કે હાઇકોર્ટ સંકુલ પીંક એટલે કે ગુલાબી ઝોનમાં બતાવતું હોઈ હાઇકોર્ટમાં કામ કરતા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવો જરૂરી છે. જેના આધારે અ.મ્યુ.કો. દ્વારા ટેસ્ટિંગ કરાતા ૭ કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા જેમાં એક કોંસ્ટેબ પણ શામેલ છે. આથી સાવચેતીના પગલાં રૂપે ૩ દિવસ હાઇકોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ૩ દિવસ દરમ્યાન અ.મ્યુ.કો. દ્વારા હાઇકોર્ટ સંકુલને સ્વચ્છ અને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એક સરકુલર દ્વારા એ પણ જાણ કરવામાં આવી છે કે તા.૮ અને ૯ના હાઇકોર્ટ બોર્ડ પર લિસ્ટ થયેલ કેસોની સુનવણી તા૧૩ અને ૧૪ જુલાઈએ હાથ ધરવામાં આવશે.