ઉના, તા.૧૧
ગીરજંગલમાં રાત્રીના સમયે ભારે વરસાદના કારણે ઉના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન મચ્છુન્દ્રી ડેમમાં વરસાદના પાણીની ભારે આવક થતા ડેમ ૭૦ ટકા ભરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ગીરગઢડા તાલુકાના કોદીયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી જળાશયમાં તેની ડિજાઇન સ્ટોરેજના ૭૦ ટકા પાણી ભરાય ગયેલ છે. હાલનું લેવલ ૧૦૦૭.૨૦ પાણીની આવક ચાલુ છે. જેથી નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોએ અવર-જવર કરવી નહીં તેમજ ઢોરઢોખર કે વાહન પસાર કરવા નહીં તેની સાવચેત કરવામાં આવેલ છે. જ્યારે નદીના કાંઠા વિસ્તારમાં આવતા ગામો ગીરગઢડા તાલુકો કોદીયા, રસુલપરા, દ્રોણ, ઇંટવાયા, ફાટસર, ઝુડવડલી તેમજ ગુંદાળા ઉના તાલુકાના ગામો ચાંચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપરા, ઝાંખરવાડા અને નવાંબદર સહિત ૧૪ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.