નવી દિલ્હી, તા. ૧૩
ભારતીય ક્રિકેટ બૉર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષના અંતે થનારી ક્રિકેટ સીરિઝ કૅપ્ટન વિરાટ કોહલીના કરિઅરને નવી દિશા આપનારી રહેશે. ગાંગુલીએ કહ્યું કે, ’મને નથી ખબર કે ડિસેમ્બર સુધી હું અધ્યક્ષ પદે રહીશ કે નહીં, પણ કેપ્ટનનો આ કાર્યકાળ માપદંડ રહેશે.’ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ’ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આ સીરિઝ એક માઈલસ્ટોન રહેશે.’ ગાંગુલીએ કહ્યું, ‘હું કોહલીના સંપર્કમાં છું, હું કોહલીને કહું છું કે તમારે ફિટ રહેવાનું છે. તમે છ મહિનાથી ક્રિકેટ નથી રમ્યા. તમારે નક્કી કરવાનું છે કે તમે સર્વશ્રેષ્ઠ બૉલરનો સામનો કરવા માટે તૈયાર રહો અને ફિટ રહો.’ ગાંગુલીએ વધુમાં કહ્યું કે, ‘પછી તે મોહમ્મદ શમી હોય કે જસપ્રીત બુમરાહ કે ઇશાંત શર્મા કે પછી હાર્દિક પંડ્યા જ્યારે તે ઑસ્ટ્રેલિયા પહોંચે તો પોતાની ટોપ મેચ ફિટનેસ પર હોવા જોઇએ.