Site icon Gujarat Today

વિન્ડીઝ સામે ૯-૦થી શ્રેણી જીતવા પાકિસ્તાન ઊતરશે

આજથી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ

ટી-૨૦ અને વનડે શ્રેણી વેસ્ટ ઇન્ડિઝ સામે ૩-૦થી જીતી લીધા બાદ હવે ટેસ્ટ શ્રેણી ૩-૦થી જીતવાની તૈયારી થઇ

શારજાહ,તા. ૨૯

પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. પાકિસ્તાન આ સમગ્ર શ્રેણીને ૯-૦થી જીતી જવા માટે તૈયાર છે. પાકિસ્તાન ટવેન્ટી-૨૦ શ્રેણીમાં પહેલા ૩-૦થી ત્યારબાદ વનડે શ્રેણીમાં ૩-૦થી અને હવે ટેસ્ટ શ્રેણીમા ંપણ આવી જ જીત મેળવી લેવા માટે ટીમ તૈયાર છે. પાકિસ્તાન ટ્‌વેન્ટી અને વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી દેવામાં આવ્યા બાદ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ ક્રમશ ૫૬ અને ૧૩૩ રને જીત મેળવી ચુક્યુ છે. ક્રિકેટ ઇતિહાસમાં હજુ સુધી કોઇ પણ ટીમે કોઇ પ્રવાસની તમામ મેચો આ રીતે જીતી નથી. વેસ્ટ ઇન્ડિઝની અનુભવ વગરની ટીમ પર પાકિસ્તાન મજબુત ટીમ ધરાવે છે. યાસિર શાહની લેગ સ્પીનના કારણે વેસ્ટ ઇન્ડિઝના બેટ્‌સમેનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મર્યાદિત ઓવરની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ કોઇ પડકાર રજૂ કરી શકી ન હતી. પરંતુ ટેસ્ટ શ્રેણીમાં જોરદાર દેખાવ કર્યો હોવાં હાર થઇ રહી છે.પાકિસ્તાન જો આ ટેસ્ટ શ્રેણી ૩-૦થી જીતી જશે તો તે વધી ગયેલા આત્મવિશ્વાસની સાથે મેદાનમાં ઉતરી શકે છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી ૧૭મી નવેમ્બરથી શરૂ થઇ રહી છે. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમવા માટે પહોંચશે. પાકિસ્તાન ત્રીજી ટેસ્ટમાં એકબે ફેરફાર કરી શકે છે.પાકિસ્તાન ટીમના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાનના ખેલાડીઓના ફોર્મને જોતા પાકિસ્તાન ટેસ્ટ શ્રેણી પણ ૩-૦થી જીતી જાય તેમ માનવામાં આવે છે. જો કે, હજુ સુધી વિન્ડિઝના ખેલાડીઓ તરફથી આપવામાં આવી રહેલી પ્રતિક્રિયા મુજબ લડાયક દેખાવ કરશે પરંતુ ટીમ વાપસી કરવા માટે ઇચ્છુક છે. વિન્ડિઝની ટીમના ખેલાડીઓ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે.

Exit mobile version