મરેલી, તા.૧પ
આજે અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જાફરાબાદના બાબરકોટના ૨૫ વર્ષીય પુરુષ, અમરેલીના પ્રમુખ સ્વામીનગરના ૫૫ વર્ષીય મહિલા, અમરેલીના રીકડીયાના ૩૬ વર્ષીય પુરુષ, ખાંભાના મોટા બારમણના ૬૨ વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના નેસડી રોડના ૫૬ વર્ષીય મહિલા, સાવરકુંડલાના સિમરણના ૭૦ વર્ષીય વૃદ્ધા, લાઠીના હજીરાધારના ૩૩ વર્ષીય પુરુષ, અમરેલી લાઠી રોડના ૩૧ વર્ષીય પુરૂષ, ચિતલના ૪૪ વર્ષીય પુરૂષ, અમરેલી ચક્કરગઢ-દેવળિયાના ૩૫ વર્ષીય મહિલા, લાઠીના ટોડાના ૪૭ વર્ષીય પુરૂષ, અમરેલી રોકડવાડીના ૩૮ વર્ષીય પુરૂષ, લાઠીના શાખપુરના ૫૩ વર્ષીય મહિલા અને સાવરકુંડલાના ૮૬ વર્ષીય પુરૂષના કોવિડ-૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે. હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૫ મૃત્યુ, ૯૧ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૯૧ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૧૯૭ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.