Site icon Gujarat Today

એપ્રિલ-જૂનમાં શહેરોમાં ઘરોના વેચાણમાં ઓટ : અહેવાલ

(એજન્સી) તા.ર૪
સ્થાવર મિલકતના બજારમાં હાલમાં ચાલી રહેલ રોગચાળાને કારણે જોરદાર ફટકો પડ્યો હોવાથી, પ્રોપક્વિટી રિપોર્ટ અનુસાર દેશના નવ મોટા શહેરોમાં મકાનોનું વેચાણ એક વર્ષના ધોરણે ૨૦૨૦ના એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન ૬૭ ટકા ઘટીને ૨૧૨૯૪ એકમો સુધી પહોંચી ગયું.
અગાઉના વર્ષના આ જ ત્રિમાસિક ગાળા દરમિયાન, કુલ ૬૪૩૭૮ એકમો વેચાયા હતા. શહેરોમાં, ગુરુગ્રામમાં સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ૭૯ ટકા જેટલો વેચાણમાં સૌથી વધુ ઘટાડો એટલે ૩૬૧ યુનિટ્‌સનો જોવા મળ્યો હતો, જે ગયા વર્ષના એપ્રિલથી જૂન કરતાં ૧૭૦૭ યુનિટ ઓછો હતો.
આગળ, મુખ્ય શહેરોમાં એક વર્ષના સમયગાળા દરમિયાન નવી સ્કીમ ૭૮ ટકા ઘટીને ૧૧૯૬૭ એકમ પર આવી ગઈ છે.
ત્રિમાસિક દરમિયાન કોઈ પણ નવી સ્કીમ ન હોવાને કારણે નોઇડામાં વેચાણમાં ૧૦૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. પ્રોપ ઇક્વિટીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સમીર જસુજાએ જણાવ્યું હતું કે, “વિશ્વની અર્થવ્યવસ્થા માટે આ અભૂતપૂર્વ સમય છે અને કોવિડ-૧૯ રોગચાળાને લીધે ભારત પર સૌથી વધુ મુશ્કેલી આવી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર જે માર્ચ સુધીમાં ધીરે ધીરે ઉપર આવી રહ્યો હતો તેની ઉપર ફટકો પડ્યો છે જ્યાં ગયા અઠવાડિયે માર્ચ સુધીમાં બાંધકામ અને વેચાણ પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ પૂર્ણવિરામ હતું.’’ તેમણે નોંધ્યું કે ઓછા દેવાવાળા મોટા વિકાસકર્તાઓ તોફાનને પાર કરશે અને નવા સામાન્યના સંદર્ભમાં ત્રીજા ત્રિમાસિક સુધી વ્યાજબી કામગીરી કરશે.
તેમણે જણાવ્યું હતું કે, “અમે વિકાસકર્તાઓ દ્વારા માંગ ઊભી કરવા માટે ખાસ કરીને આગામી તહેવારની મોસમમાં એકમોના માપ બદલવા, ડિસ્કાઉન્ટ, સુવિધાઓ અને વિશેષ ચુકવણી યોજનાઓ વગેરેનો પ્રકાર બદલાઇ શકે છે. એમ્બિઅન્સ ગ્રુપના સેલ્સ એન્ડ માર્કેટિંગના પ્રમુખ અંકુશ કૌલે કહ્યું કે નોઇડા અને ગુરુગ્રામ બંનેમાં આ વર્ષે વેચાણ અને નવા સપ્લાયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રોગચાળાએ બંને શહેરોમાં બિલ્ડરોની પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી સમસ્યાઓમાં વધારો કર્યો છે. તેમણે વધુમાં કહ્યુંઃ “હાલની બજારની સ્થિતિ ખરીદારોની તરફેણ કરે છે, જે વધુ સારી રીતે વાટાઘાટ કરી શકે છે અને તૈયાર ઘરોની વિશાળ શ્રેણીમાંથી ખરીદી શકે છે.”

Exit mobile version