કોલકાત્તા,તા.૨૬
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના વાયરસ તપાસમાં નેગેટિવ જોવા મળ્યા. તેમણે સાવચેતી રૂપે તેના નમૂનાઓ આપ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલી એક અઠવાડિયાથી વધુ સમયથી હોમ ક્વોરન્ટાઇનમાં છે. તેનો મોટો ભાઈ સ્નેહાશીષ ગાંગુલી કોરોના તપાસમાં પોઝિટિવ જોવા મળ્યો હતા. ગાંગુલીના નજીકના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, તેઓ તેમની બીમાર માતા અને પરિવાર સાથે રહે છે, તેથી સાવચેતી તરીકે તેમની જાતે જ ટેસ્ટ કરવ્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બંગાળના ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સ્નેહાશીષ સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમને એકથી બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. સ્નેહશીષની પત્ની, સાસુ, સસરા અને ઘરેલુ સહાયિકા પણ પોઝિટિવ મળી હતી. ત્યારથી તે બેહાલામાં સ્થિત તેમના પૂર્વજોના મકાનમાં રહેતા હતા.