અમદાવાદ, તા.ર૭
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પોલીસનું મનોબળ વધારવા ડીજીપી કમેન્ડેશન ડીસ્ક નામના ડીજીપી ચંદ્રક આપવાની પ્રથા શરૂ કરવામાં આવી છે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રાજ્યના ૧૧૦ પોલીસ અધિકારીઓની સોમવારે ડીજીપી ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત આવા ચંદ્રક આપનારું દેશનું સાતમું રાજ્ય બન્યું છે. જો કે, આ ૧૧૦ ડીજીપી ચંદ્રક મેળવનારા પોલીસ અધિકારીઓમાં અમદાવાદ શહેરના જ ૧ર પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.