અમદાવાદ, તા.૨૭
જુહાપુરા-સરખેજ અને રખિયાલ વિસ્તારની શાળાઓ, મસ્જિદો, મદ્રેસાઓ, કબ્રસ્તાન, સોસાયટીઓ તેમજ મુખ્ય રસ્તાઓની બંને બાજુ ઈસ્લામી રિલીફ કમિટી અને જમાઅતે ઈસ્લામી હિન્દના સંયુક્ત ઉપક્રમે મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અજીમ ગ્રુપ, એટીએફ, હમારી આવાઝ, પર્યાવરણ વિદ્ હસીબ શેખ, મુસ્લિમ ખિદમતગાર સહિતના સ્વૈચ્છિક સંગઠનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મ્યુનિ. અધિકારીઓ દેવેન્દ્ર દેસાઈ, ભરતભાઈ સહિતનો સ્ટાફ ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સિલરો હાજીભાઈ મિરઝા, રોશનબેન, સુહાનાબેન, નફિસાબેને સાથ સહકાર આપ્યો હતો. જ્યારે રખિયાલ ખાતે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, મ્યુનિસિપલ કાઉન્સિલરો તૌફિકખાન પઠાણ, ઈકબાલ શેખ, ગાયત્રી પરિવારના પંકજ પટેલ, શ્રીરામ શિરૂપાનંદ, જમાઅતે ઈસ્લામી હિન્દ ગુજરાતના પ્રમુખ શકીલ એહમદ રાજપૂત વગેરેએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા અને સરખેજ-જુહાપુરાને ગ્રીન અને ક્લિન બનાવવા વધુમાં વધુ લોકો વૃક્ષો વાવવા પ્રેરાય તે માટે હાજીભાઈ મિરઝાએ તેમના કાઉન્સિલર તરીકેની ગ્રાન્ટમાંથી ટ્રી ગાર્ડ માટે રૂા.૧ લાખની ફાળવણી કરી હતી.