(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૮
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌથી પહેલા કેતન ઈનામદારનો તા.ર૦મીના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ ર૧ જુલાઈના રોજ તેમના પુત્ર અક્ષરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ર૪મી જુલાઈએ કેતન ઈનામદારના ભત્રીજા સહિત બે સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત તેમના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કેતન ઈનામદાર સહિત હાલ પાંચ સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધારાસભ્ય કેતન ઈનામ દારે સોશિયલ મીડિયામાં લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે હાલ મારો પરિવાર ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જો કે તબિયત સુધારા ઉપર છે.