રાજ્યના માહિતી આયોગને પણ ઊઠાં ભણાવતું નિંભર તંત્ર : અરજીઓની સાચી સંખ્યા છૂપાવે છે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રર
રાજ્ય સરકારનું નિર્ભર તંત્ર ઊંઠા ભણાવવામાં પછી ભલેને તે ઉપરી અધિકારી હોય કે મંત્રી હોઈ કોઈને પણ છોડતા નથી. જો કે તેઓ વ્યવસ્થિત સમજી વિચારીને ઊંઠા ભણાવતો હોઈ ઘણીયવાર કોઈને તેની ખબર પડતી નથી. જો કે હવે હદ તો ત્યાં થાય છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગે અને તેના જાહેર સત્તામંડળો માહિતી આયોગને પોતાના અભ્યાસ પરથી માલૂમ પડી જતાં તેની ગંભીર નોંધ લીધી છે જેમાં વર્ષ દરમિયાન લોકો દ્વારા મળતી અરજી અંગેની વિગતો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે રાજ્યના વિવિધ સત્તામંડળો તેમની પાસે આવતી માહિતી અંગેની કે ફરિયાદ અંગેની અરજીઓની સંખ્યા ઓછી દર્શાવે છે. પંચાયત વિભાગ કે જેની કામગીરી છેક ગામડાઓ સુધીની હોય છે. તેમાં વર્ષ દરમિયાન ૧૭૮ અરજી મળે તે માનવામાં આવે તેમ નથી. બીજી વાત એ છે કે માહિતી માગતી અરજીઓમાં સંખ્યાબંધ કિસ્સાઓમાં અરજકર્તાઓને યોગ્ય જવાબ આપવાને બદલે ઊંઠા ભણાવી દેવામાં આવતા હોવાની વિગતો પણ આયોગના ધ્યાન પર આવતા તેની પણ ગંભીર નોંધ લેવાઈ છે. માહિતી અધિકાર અધિનિયમના અમલ બાદથી રાજ્યમાં પ્રજા અને જાહેર સત્તામંડળો તેની તરફ જાગૃત થઈ રહ્યા છે અને વર્ષે દહાડે તેમાં અરજીઓનો વધારો થઈ રહ્યો છે તો સરકારના વિવિધ વિભાગો અને તેના જાહેર સત્તામંડળો દ્વારા યોગ્ય કામગીરી કરવાને બદલે અરજકર્તાઓને તો ઠીક ખુદ માહિતી આયોગને પણ ઊંઠા ભણાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંગે અભ્યાસ પરથી આયોગે ગંભીર નોંધ લીધી છે. ગુજરાત માહિતી આયોગના વાર્ષિક અહેવાલમાં આ અભ્યાસ અંગેની વિગતો બાબતે ગંભીર નોંધ લેતા જણાવાયું છે કે ઘણા વિભાગો હેઠળના જાહેર સત્તામંડળો મહ્‌દઅંશે તાલુકા કક્ષા સુધીના તો પંચાયત, શિક્ષણ જેવા વિભાગોના જાહેર સત્તામંડળોના છેક ગ્રામ્ય કક્ષા સુધી આવેલા હોય છે. આ વિભાગોની કામગીરીનો પ્રકાર સામાન્ય પ્રજાજનના રોજિંદા જીવનને સ્પર્શતા હોઈ સમક્ષ રજૂ થતી ફરિયાદો-અપીલોમાં નોંધપાત્ર સંખ્યાની અરજીઓ ગ્રામ્ય સીટની હોય છે ત્યારે તે અંગેની અરજીઓની સંખ્યા જાહેર સત્તામંડળો ઓછી દર્શાવે તો તેની સંખ્યાની યથાર્થના બાબતે પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક જ છે. એટલ ેકે આયોગ સમક્ષ આવતી અરજીઓના આંકડા બાબતે આયોગે શંકા ઊભી કરી છે. વધુમાં જણાવાયા અનુસાર રાજ્યમાં ૧૮૦૦૦થી વધુ ગામડાઓ છે અને તેને સીધા સ્પર્શતા પંચાયત વિભાગ હેઠળની માત્ર ૧૭૮ અરજીઓ મળી છે તે બાબત ખરેખર પુનઃ ચકાસણીને પાત્ર જણાય છે. એ જ રીતે રાજ્યમાં ૪૩,૯૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ અને ૧૬૦૦૦થી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલ છે ત્યારે શિક્ષણ વિભાગ હેઠળના જાહેર સત્તામંડળોને મળેલ અરજીઓ માત્ર ૩પ૭૬ છે. જે પ્રથમ દૃષ્ટિએ જ સાચું ચિત્ર હોય તેમ જણાતું નથી. આ બધા કિસ્સા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આ વિભાગો દ્વારા અરજીઓની ઓછી સંખ્યા દર્શાવવામાં આવી છે જેની આયોગે ગંભીર નોંધ લીધી છે. બીજી ગંભીર બાબત આયોગે એ નોંધી છે કે સંખ્યાબંધ કિસ્સાઓમાં જાહેર સત્તામંડળો દ્વારા અરજદારોને નમૂના ‘ક’ની અરજી સંદર્ભે “માગણી કરવામાં આવેલ રેકર્ડ ઉપલબ્ધ નથી” તેમજ જણાવી દેવામાં આવે છે. એટલે કે અરજીઓની માહિતી આપવાને બદલે સીધો જ આવો જવાબ આપી દેવાય છે. આ જ રીતે પ્રથમ અપીલ અધિકારી દ્વારા પણ અપીલ અરજીઓનો અભ્યાસ કર્યા વિના બારોબાર અપીલ ફોરવર્ડ કરી દેવાય છે અને તેને લઈ અરજકર્તાને હાડમારી ભોગવવી પડે છે. આયોગે તેની પણ ગંભીર નોંધ લીધી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks